આયેશાના આપઘાત બાદ સરકાર સતર્ક, રીવરફ્રન્ટ પર 50થી વધુ સ્કૂટર અને સ્પીડ બોટથી પેટ્રોલિંગ થશે

આયેશાના આપઘાત બાદ સરકાર સતર્ક, રીવરફ્રન્ટ પર 50થી વધુ સ્કૂટર અને સ્પીડ બોટથી પેટ્રોલિંગ થશે
રીવરફ્રન્ટ પર પેટ્રોલિંગની ફાઇલ તસવીર

રીવરફ્રન્ટ હવે રહેશે ચાંપતી નજર જાણો સરકારનો 'નિર્ભયા પ્રોજેક્ટ' શું છે અને રીવરફ્રન્ટ પર કેવી સુરક્ષા વધશે

  • Share this:
અમદાવાદ:  શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ. શહેર પોલીસ કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા.આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh jadeja) અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું. ત્યારે રિવરફ્રન્ટ (River front) પર ફરવા જતી મહિલાઓ માટે પોલીસ નિર્ભયા પ્રોજેકટ હેઠળ શુ ભેટ આપશે તેની પણ જાહેરાત કરાઈ હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી શહેર પોલીસ દ્વારા કરાઈ. પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા મહિલા પોલીસ તાલીમાર્થીઓ એ જૂડો,કરાટે,રેસલિંગ કરી કરતબ બતાવ્યા હતા. srt દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરી ને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું હતું. મહિલાઓ એ વિવિધ ક્ષેત્ર માં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું  અને આંખો પર પેટ્ટી બાંધી ને રાઇફલ ની કામગીરી કરી ને પણ કરતબ બતાવ્યું હતું. મહિલાઓ કેટલી તાકાતવર છે તે આ દ્રશ્યો પરથી ખરા અર્થમાં જોવા મળ્યું હતું. માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સહુ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે.ત્યારે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું કે 'અમદાવાદમાં આયશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે.' સરકારે થ્રિ લેયર સુરક્ષા ને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટ થી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટ માં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું છે.

આ પણ વાંચો :  સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ,' યુવકના બેફામ સ્ટન્ટનો વીડિયો થયો Viral

ખાસ હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેકટની વાત કરીએ તો ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી છે.  આ પૂરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટર જેસીપી, 10થી વધુ ડીસીપી અને 15થી વધુ એસીપીની કમિટીને અલગ અલગ જવાબદારીઓ સોપાઇ છે.

બે જેટલા પ્રોજેક્ટનું કામ શરૂ થઇને પૂર્ણ થવાના આરે છે જ્યારે અન્ય કાર્ય અન્ડર વર્કિંગ પ્રોસેસ છે. ત્યારે શહેરમાં વધતા છેડતી, બળાત્કાર જેવા ગુનાને રોકવા હવે આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે.અને તેનાથી વર્ષો બાદ અસામાજીક તત્વો પર કેવો અંકુશ પોલીસ લાવી શકે છે તે

શુ કરાશે નિર્ભયા પ્રોજેક્ટમાં?

ત્રણ કોમ્પોનેન્ટ્સના 17 ભાગોમાં કામ શરૂ કરી દેવાયું.  પહેલું કામ શી સ્ક્વોડ માટે કરવામાં આવ્યું- પહેલો ભાગ એટલે મોબિલીટી કોમ્પોનેન્ટમાં પોલીસે 100 જેટલી નિર્ભયા વાન કમ પીસીઆર વાન ખરીદવાનો. આ વાન ટેક્નોલોજી અને સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેમાં મોબાઇલ ડેટા અને લાઇવ રેકોર્ડિંગ અને રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન પર સંપૂર્ણ ધ્યાન રખાશે.- આ વાન શહેરમાં ચાલુ કરાયેલી શી ટીમ ને ઉપયોગમાં અપાઈ- સાથે સાથે ટુ વ્હીલરો પણ ખરીદવામાં આવ્યા.

છેડતી જેવા બનાવો અટકાવવા 40 જેટલા ટુ વ્હીલરો ખરીદવામાં આવ્યા - કાંકરિયામાં જે રીતે ઇલેક્ટ્રોનીક વાહનોનો ઉપયોગ કરાય છે તેવા વાહનો પણ ખરીદી પેટ્રોલીંગ કરાશે- રિવરફ્રન્ટ કે જ્યાં વધુ યુવતીઓ ફરવા આવતી હોય છે અને ત્યાં છેડતીના બનાવો વધતા હોય છે તેના માટે બે સ્પીડબોટ પણ વસાવવામાં આવશે.

આ પણ વાંચો :  આયેશા આપઘાત કેસ : પતિ આરિફને લખેલો પત્ર સામે આવ્યો, 'જીતે જી તો તલાક નહીં દુંગી, સો સોચા મર હીં જાતે હેં'

બીજા કોમ્પોનેેન્ટ્સમાં ટેકનોલોજીને લગતી કાામગિરી આ પ્રોજેક્ટમાં કરાશે- જેમાં બસસ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને હોટસ્પોટ બનાવી ત્યાં વધુ સીસીટીવી કેમેરા મૂકાશે - જેનું મોનિટરીંગ સ્પેશિયલ કંટ્રોલરૂમ અને સ્થાનિક પોલીસ કરશે- સાથે સાયબર ક્રાઇમમાં પણ સ્પેશિયલ મહિલા ટીમ મૂકાશે જે આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને લગતા કામ કરશે.

દેશમાં કદાચ ક્યાંય નથી તેવો RFID સર્વેલન્સથી કામ કરાશે- RFID સર્વેલન્સ એટલે રીક્ષા, બસમાં જે મહિલાની છેડતીના બનાવો બને છે તેને રોકવા 20 હજારથી વધુ આ RFID ટેગ લગાવાશે અને દરેક મુમેન્ટ તેની પોલીસ ટ્રેક કરશે, જેને લઇને મહિલાઓની ટ્રાન્સપોર્ટ સુરક્ષા પર પણ પોલીસ તહેનાત રહેશે- સિનિયર સિટિઝન મહિલાઓ માટે એસઓએસ બટન મૂકાશે જે દબાવવાથી સીધું સ્પેશિયલ કંટ્રોલરૂમમાં એલાર્મ વાગશે અને પોલીસનો ક્વીક રિસપોન્સ મળી રહેશે.- રિવરફ્રન્ટ પર 360 ડિગ્રીના પીટીસી કેમેરા લગાવાશે અને સતત પોલીસ તેની નજર રાખશે.

આ પણ વાંચો : સુરત : 'કમિશનર સાહબ મેરી મદદ કરો પ્લીઝ, મેં આત્મહત્યા કર લુંગા,' Video થયો Viral

એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ફેસ રેકગ્નાઇઝ કેમેરા લગાવાશે જેથી કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ પ્રવેશ કરે તો પોલીસ સીધી કાર્યવાહી કરશે- વતીઓના લાઇફ સપોર્ટ માટે આ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ મૂકાશે- આ પ્રોજેક્ટનો ત્રીજો ભાગ પોલીસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાથમાં લીધો છે- જેમાં અસારવા અને સોલા સિવલ ખાતે વન સ્ટોપ ક્રાઇસ સેન્ટર ઉભા કરાશે

હાલ પણ હ્યુમન એન્ડ ચાઇલ્ડ વિભાગ તરફથી શહેરમાં આવા આઠ સેન્ટર છે પણ હવે સીધા બે સેન્ટર બનાવી પોલીસ રાખવામાં આવશે- તો રિવરફ્રન્ટ પર હાલ તો ઇસ્ટ અને વેસ્ટ બે પોલીસસ્ટેશન કાર્યરત છે જ પણ તે પોલીસસ્ટેશનને નવા રંગરૂપ આપી ટેક્નોલોજીથી સજ્જ બનાવાશે. જેના માટે પણ સાત કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવાઇ છે- જાપાનમાં કૌભાન ચોકી હોય છે તે કોન્સેપ્ટ સાથે લાઇવ ચોકી બનાવાશે, જેમાં લેટેસ્ટ ઇલેકટ્રોનીક ગેઝેટ્સ રખાશે. આ ચોકીમાં સ્પેશિયલ પોલીસ તહેનાત કરાશે જે રિવરફ્રન્ટનો બંને બાજુનો 1.6 કિમીનો કેચમેન્ટ એરિયા કવર કરી મહિલાઓ સાથે બનતા બનાવોમાં ક્વીક એક્શન લેશે.
Published by:Jay Mishra
First published:March 08, 2021, 21:53 pm

ટૉપ ન્યૂઝ