અમદાવાદ : રાજકોટના દંપતીને થયો કડવો અનુભવ, ગેસ પુરાવવાનું કહીને રિક્ષાચાલક રોકડ ભરેલી બેગ લઈને ફરાર


Updated: February 27, 2020, 10:07 AM IST
અમદાવાદ : રાજકોટના દંપતીને થયો કડવો અનુભવ, ગેસ પુરાવવાનું કહીને રિક્ષાચાલક રોકડ ભરેલી બેગ લઈને ફરાર
પ્રતિકાત્મક તસવીર

ગેસ પુરાવવાનું કહીને રિક્ષાચાલક ગઠીયો ફરિયાદીની બેગ કે જેમાં રોકડ રૂપિયા 75 હજાર સહિત કેટલાક અગત્યના દસ્તાવેજો હતાં તે લઇને ફરાર થઇ ગયો છે. 

  • Share this:
અમદાવાદ : શહેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરીના અનેક બનાવો સામે આવ્યાં છે. આ રીતે ચોરી કરતી ગેંગે છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારમાં અનેક બનાવોને અંજામ આપીને આતંક મચાવી દીધો છે. હવે વસ્ત્રાપુર વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રિક્ષાચાલક ગેસ પુરાવીને પરત આવવાનું કહી પેસેન્જરની રોકડ અને સમાન ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો છે.

રાજકોટના મહેશભાઇ વસાવડા અને તેમના પત્ની બુધવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ રાજકોટથી અમદાવાદ આવ્યા હતાં. સાંજે સાતેક વાગ્યાની આસપાસ તેઓ ઇસ્કોન ક્રોસ રોડથી રિક્ષામાં બેસીને ઝાયડ્સ હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતાં. તે સમયે રિક્ષાની પાછળની સીટમાં ફરીયાદી અને તેમના પત્ની જ્યારે રિક્ષાચાલકની બાજુમાં એક યુવાન બેઠો હતો.

થોડા આગળ ગયા બાદ રિક્ષા ચાલકે એક વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડ્યા હતાં. બાદ તેઓ પકડવાન ચાર રસ્તા પહોંચતા જ રિક્ષા ચાલકે રિક્ષા અતિથિ હોટલ તરફ લઇ ગયો હતો. અતિથિ હોટલ નજીક આવેલ શ્રદ્ધા પેટ્રોલપંપ નજીક રિક્ષા ઉભી રાખીને પેસેન્જરોને કહ્યું હતું કે રિક્ષામાં ગેસ પુરાવવો છે. તમે બધા નીચે ઉતરી જાઓ. હું ગેસ પુરાવીને પરત આવું છું.

જેથી તમામ પેસન્જર નીચે ઉતરી ગયા હતાં અને રિક્ષા ચાલક ગેસ પુરાવવા માટે ગયો હતો. જોકે, આ દરમિયાન રિક્ષા ચાલકની બાજુમાં બેઠેલો યુવાન ત્યાંથી ચાલતા નીકળી ગયો હતો. આમ ગેસ પુરાવવાનું કહીને રિક્ષાચાલક ગઠીયો ફરિયાદીની બેગ કે જેમાં રોકડ રૂપિયા 75 હજાર સહિત કેટલાક અગત્યના દસ્તાવેજો હતાં તે લઇને ફરાર થઇ ગયો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: February 27, 2020, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading