અમદાવાદઃ રેસ્ટોરન્ટ માલિકની આત્મહત્યા, વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાનો આરોપ

News18 Gujarati
Updated: June 20, 2018, 8:54 PM IST
અમદાવાદઃ રેસ્ટોરન્ટ માલિકની આત્મહત્યા, વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાનો આરોપ
મૃતક રેસ્ટોરન્ટ માલિક

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. સોમવારે બનેલી આત્મહત્યાની ઘટનાની પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

  • Share this:
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. સોમવારે બનેલી આત્મહત્યાની ઘટનાની પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા નક્ષુરામ મેવાડા નામના યુવકે મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નક્ષુરામ મેવાડાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ચિઠ્ઠી પ્રમાણે મેવાડાએ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરો તેમની પાસેથી 10 ટકાના 40 ટકા વ્યાજ વસૂલતા હતા.15 દિવસ પહેલા પણ વ્યાજખોરોએ મૃતકને માર માર્યો હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી થઇ ન હોવાનો પણ આરોપ લગાવ્યો છે. વ્યાજખોરોના વધતા ત્રાસના કારણે રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યો હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મેવાડાએ હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી છે. આ સુસાઇડ નોટ ઉપર તારીખ 18.06.2018 લખી છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક મહિલાએ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, 12 લોકો ભેગા થઈને તેમના પતિને વ્યાજ માટે ત્રાસ આપી રહ્યા હતા જેથી તે ગુમ થઈ ગયા છે અથવા તેમને ગોંધી રાખવામાં આવ્યા છે. પોલીસે મહિલાના ફરિયાદના આધારે બે યુવકોની ધરપકડ કરી લીધી છે.પોલીસનુ કહેવુ છે કે ફરિયાદીના પતિએ તમામ લોકો પાસેથી 60 લાખ રુપિયા લીધા હતા અને જેને લઈ તમામ લોકો વ્યાજ માટે દબાણ કરી રહ્યા હતા અને ત્રાસ આપી રહ્યા હતા. ત્યારે પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે ફરિયાદીના પતિની શોધખોળ પણ હાથ ધરી છે. નોંધનીય છે કે વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ સતત વધી રહી છે અને જે ખુબજ ગંભીર બાબત છે.
First published: June 20, 2018, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading