Home /News /madhya-gujarat /

અમદાવાદ: ગરીબ મહિલાઓેએ પાઈ પાઈ ભેગી કરી ઘરનું સપનું જોયું, નિશા શાહ ફૂલેકું ફેરવી ભાગી ગઈ!

અમદાવાદ: ગરીબ મહિલાઓેએ પાઈ પાઈ ભેગી કરી ઘરનું સપનું જોયું, નિશા શાહ ફૂલેકું ફેરવી ભાગી ગઈ!

પીડિત મહિલાઓ.

સસ્તા અનાજની દુકાન ચલાવનાર નિશા શાહ મહિલાઓની પરસેવાની કમાણી લઈને ગાયબ, પોલીસે અરજી લઈ સંતોષ માન્યો.

અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તાર (Isanpur area)માં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે મધ્યવર્ગની મહિલાઓ સાથે ઠગાઈ (Cheating) થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. ઈસનપુરમાં આવેલી સસ્તા અનાજની દુકાનના ધારક દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાનો ભોગ બનનાર લોકો આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર બાબતને લઈને મહિલાઓ ન્યાય માંગી રહી છે. જોકે, પોલીસ માત્ર અરજી લઈ તપાસ કરવાનું રટણ કરી રહી છે. ઈસનપુરમાં આવેલા કામેશ્વર કોમ્પલેક્ષ (Kameshwar Complex)માં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહે (Nisha Shah) પહેલા અનેક બહેનોને 20 હજારમાં બીપીએલ કાર્ડ (BPL Card) કાઢીને તમામ બહેનોને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં મુખ્યમંત્રી આવાસનાના મકાન સસ્તામાં અપાવશે તેવું કહી 20થી વધુ બહેનો પાસે નાણાં પડાવ્યા હતા.

નિશા શાહે કોઈ પાસેથી 20 હજાર, કોઈ પાસેથી 30 હજાર તો કોઈ પાસેથી 50 હજાર સુધીની રોકડ લઈ લીધી હતી. જે બાદમાં પોતાની સસ્તા અનાજની દુકાનની રસીદો પણ આપી હતી. જોકે, બે વર્ષ વીતી ગયા છતાં મહિલાઓને મકાન ન મળતા આખરે ભાન થયું કે આ બહેન બધાનું ફૂલેકું ફેરવી દુકાન બંધ કરી નાસી ગઈ છે.

આ પણ વાંચો: સુરત: ડમ્પર ચાલકના પાપે નાઇટ પેટ્રોલિંગમાં રહેલા મહિલા પોલીસ કર્મચારીએ જીવ ગુમાવ્યો

આ અંગે આક્ષેપ કરતા ભોગ બનનારના સંબંધી હિંમતલાલ રાજપૂતે જણાવ્યું કે, તેઓને આ મામલે હવે પોલીસ પર જ ભરોસો છે પણ પોલીસ માત્ર અરજી લઈને બેસી રહી છે. આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધવાની જગ્યાએ તપાસ કરવાનું પોલીસ રટણ કરી રહી છે. તમામ મહિલાઓએ ઘરની આશ જોઈ હતી અને તે માટે ગમે ત્યાંથી પૈસા ભેગા કરી ભર્યા હતા. ગરીબો સાથે થયેલા અન્યાય માટે પોલીસ સાંભળતી નથી અને માત્ર તપાસ કરીશું તેવો દિલાસો આપી રહી છે.

આ પણ વાંચો: શું તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યો છો? તો જાણી લો તેની સાથે જોડાયેલી દરેક વાત

ભોગ બનનાર શિલ્પાબહેન ચૌહાણે જણાવ્યું કે, તમામ બહેનો ઘરકામ કરી એક એક રૂપિયો ભેગો કરીને રકમ નિશા શાહને આપ્યા હતા. તેઓ પોતાના સ્વજનોને મકાન જ્યારે મળે ત્યારે સરપ્રાઈઝ આપવા માગતા હતા. પરંતુ તેઓને સ્વપનેય ખ્યાલ ન હતો કે તેમની પરસેવાની કમાણી છેતરપિંડીમાં આ રીતે જતી રહેશે. સમય વીતતો ગયો તેમ તેમ ભોગ બનનાર મહિલાઓની ધીરજ ખૂટવા લાગી હતી. જે બાદમાં બધા નિશા શાહની દુકાને પહોચ્યાં હતા. ત્યાં જોયું તો દુકાનને તાળા હતા અને નિશા શાહે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે મહિલાઓએ ન્યાય મેળવવા માટે ઈસપુર પોલીસનો સંપર્ક સાધ્યો છે. જોકે, પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો છે.

આ પણ વાંચો: મગજ ચકરાવે ચઢી જાય તેવો બનાવ: વરમાળાની વિધિ બાદ દુલ્હો લગ્ન મંડપમાંથી ફરાર, દુલ્હનની થનારી ભાભીને પરણી ગયો!


આ પણ વાંચો: જામનગર: હવસખોર યુવકે ઓફિસમાં કામ કરતી કિશોરીને ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી


આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઇ જે. વી. રાણાએ જણાવ્યું કે, આ અંગેની અરજી આવી છે, જેની તપાસ ચોકી પીએસઆઇને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો સસ્તા મળશે તેની લાલચે 20 જેટલી બહેનોએ પોતાની જમા પૂંજી આપી દીધી હતી અને છેતરપિંડીનો ભોગ બની છે. હવે આ બહેનો ન્યાયની આશ સાથે પોલીસ પર વિશ્વાસ રાખીને બેઠી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ration card, Woman, અમદાવાદ, ગુનો, ઠગાઇ, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन