રથયાત્રા : સીએમ રૂપાણી સાથે રથ પર હાજર આ બિઝનેસમેન કોણ?

News18 Gujarati
Updated: July 4, 2019, 8:50 AM IST
રથયાત્રા : સીએમ રૂપાણી સાથે રથ પર હાજર આ બિઝનેસમેન કોણ?
ધનરાજ નથવાણી

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદની રથયાત્રામાં હાજરી આપે છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદ ખાતે ગુરુવારે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પહિંદવિધિ સમયે જગન્નાથના દર્શનનો લ્હાવો લેનારા લોકોમાં રિલાયન્સના પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદની રથયાત્રામાં હાજરી આપે છે. આ વર્ષે પણ પહિંદવિધિ સમયે તેઓ રથ પર બિરાજમાન હતા.

ભગવાનના દર્શનના લ્હાવા બાદ ધનરાજ નથવાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. ધનરાજ નથવાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ભગવાન પાસેથી શું આશીર્વાદ માંગ્યા? ત્યારે તેમણે કહ્યુ કે, "રાજ્યમાં સુખ અને શાંતિ રહે, તમામ લોકોને શાંતિથી દર્શન થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રાના દર્શનનો લ્હાવો ખરેખર અદભૂત છે. મંદિરની સમિતિએ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. બધા શ્રદ્ધાળુંઓને સારી રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે."આ વખતે રથયાત્રા પહેલા અમદાવાદમાં અમીછાંટણા પણ થયા છે ત્યારે ધનરાજ નથવાણીએ જણાવ્યું કે, "રથયાત્રા સાથે વરસાદના સંગમથી ખૂબ જ હકારાત્મક વાતાવરણ બની ગયું છે. આવા વાતાવરણમાં ખૂબ સારા વિચારો આવે છે, તેમજ આવા સમયે દર્શનની મજા જ બદલાઈ જાય છે."

પરિમલ નથવાણીના પુત્ર છે ધનરાજ નથવાણી

ધનરાજ નથવાણીનો જન્મ 5મી ફેબ્રુઆરી, 1986ના રોજ થયો હતો. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના પુત્ર છે. તેઓએ લંડમાંથી એમબીઓનો અભ્યાસ કર્યો છે. તેઓએ કોર્પોરેટ લૉ અને પબ્લિક રિલેશન મેનેજમેન્ટમાં સ્પેશિલાઈઝેનશ સાથે MBA કર્યું છે. હાલ તેઓ રિલાયન્સ જૂથમાં જ કામ કરી રહ્યા છે.
First published: July 4, 2019
વધુ વાંચો
अगली ख़बर