સરસપુરના ભલા ભગત મંદિરના મહંત ચાલીને જગન્નાથ મંદિર પહોંચ્યા, કહ્યુ- 'ભગવાન જગન્નાથ મને મોત આપે'

News18 Gujarati
Updated: June 27, 2020, 2:13 PM IST
સરસપુરના ભલા ભગત મંદિરના મહંત ચાલીને જગન્નાથ મંદિર પહોંચ્યા, કહ્યુ- 'ભગવાન જગન્નાથ મને મોત આપે'
લક્ષ્મણદાસજી મહારાજ.

મને ખબર છે કે ભગવાન ખૂબ દયાળું છે અને ભક્તોની વાત સાંભળે છે. હવે મને મારા જીવથી કોઈ મોહ નથી. હું ભગવાનને વિનંતી કરું છું કે મને મોત આપે : લક્ષ્મણદાસજી

  • Share this:
અમદાવાદ : આ વર્ષે શહેરમાં 143મી રથયાત્રા (Ahmedabad Rath Yatra 2020) ન નીકળી શકી. જે બાદમાં જગન્નાથ મંદિર (Jagannath Temple Head Priest Dilipdas Ji) અને જગન્નાથ ભગવાનના મોસાળ સરસપુરના વાસણ શેરીમાં રહેતા અને ભલા ભગત મંદિરના મહંતે  (Laxmandas Ji) પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જગન્નાથ મંદિરના મહંતે તેમની સાથે વિશ્વાસઘાત થયાની લાગણી વ્યક્ત કરી હતી. તો સરસપુર મંદિરના મહંતે અન્નજળ ત્યાગ કરવાની અને આત્મદાહની ચીમકી ઊચ્ચારી હતી. જોકે, અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું અને જગન્નાથ મંદિરને મહંતે પોતાનું નિવેદન ફેરવતા જણાવ્યું હતું કે, રથયાત્રા (Rath Yatra) નીકળે તે માટે સરકારે ખૂબ પ્રયાસો કર્યા હતા. હવે આ મામલે સરસપુરના ભલા ભગત મંદિરના મહંત લક્ષ્મણદાસજી ચાલીને સરસપુરથી જગન્નાથ મંદિર પહોંચ્યા છે. આ સાથે જ તેમણે ભગવાનના દર્શન કરતા હોય તેવો એક સેલ્ફી વીડિયો શૂટ કરીને ફરતો કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, હવે તેમને જીવવાની કોઈ ઇચ્છા નથી. તેઓ તેમના મોતની કામના માટે જગન્નાથ મંદિર ખાતે આવ્યા છે.

'હું મારા મૃત્યુંની કામના કરું છું'

"જય સીયારામ, જજ જગન્નાથ, જય દ્વારકાધીશ. આપ સૌ ભક્તો અને સાધુ-સંતોના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. તમારી બધા લોકોની હું ક્ષમા માંગું છું કે, આજે હું અત્યારે જમાલપુર જગન્નાથ મંદિર આવ્યો છું. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને હું મારા મૃત્યુંની કામના કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલું બને એટલું વહેલા મને મૃત્યું પ્રદાન કરે. મને ખબર છે કે ભગવાન ખૂબ દયાળું છે અને ભક્તોની વાત સાંભળે છે. આ માટે હવે મને મારા જીવથી કોઈ મોહ નથી. આ માટે જ હું ભગવાનને વિનંતી કરું છું કે બને એટલી વહેલા મારા પર કૃપા કરે. મને આશીર્વાદ આપે અને મને મૃત્યુ પ્રદાન કરે."

આ પણ વાંચો : અમારી સાથે મોટી રમત રમવામાં આવી, મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો : મહંત દિલીપદાસજી

'મારા મૃત્યુંથી કોઈને ફરક નથી પડતો'

"ભગવાન જગન્નાથના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને તેમને મારા મૃત્યુંની પ્રાર્થના કરું છું. મારા અનુયાયીઓને પ્રાર્થના કે તમે લોકો વ્યથિત ન થતાં. મારા મરી જવાથી કોઈને કંઈ ફરક નથી પડતો. આ માટે હું આજે સરસપુરથી ચાલીને અહીં પ્રાર્થના કરવા આવ્યું છું કે હું હવે જીવવા નથી માંગતો. મને મોતની સજા આપવામાં આવે. ભગવાન મારા પર દયા કરે. હું વધારે બોલી શકું તેમ નથી એટલે તમારા બધાની ક્ષમા માંગું છું. જય સીયારામ, જય જગન્નાથ, જય દ્વારકાધીશ." 

આ પણ વાંચો : અમદાવાદ જગન્નાથ રથયાત્રા વિવાદમાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું, મહંતે કહ્યુ- 'સરકારે ખૂબ મહેનત કરી'

રથયાત્રા ન નીકળતા આત્મદાહની ચીમકી ઊચ્ચારી હતી

અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા ન નીકળી શકતા સરસપુર મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજે (Saraspur Temple Priest Laxmandas Ji) અન્નજળ ત્યાગ કરવાની વાત સાથે આત્મદાહ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેઓએ કહ્યું હતું ક, જો સરકાર ઇચ્છતી તો અમદાવાદમાં રથયાત્રા નીકળી શકી હોત. રથયાત્રા નથી નીકળી ત્યારે સરકારે રાજીનામું ધરી દેવું જોઈએ. જોકે, આ મામલે પોલીસ વિભાગના અધિકારીઓની અને ભાજપના કેટલાક લોકોની સમજાવટને કારણે લક્ષ્મણદાસજી મહારાજ અન્નજળ ત્યાગ કરવાની વાતને ત્યજી દીધી હતી. બાદમાં તેમણે જણાવ્યું છે કે તેમની ગૃહમંત્રી સાથે વાતચીત થઈ છે અને તેઓ કોર્ટમાં કરેલી કાર્યવાહી અંગે તેમને જણાવશે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 48 કલાકમાં તેમને મળવા આવશે અને તેમની સાથે રથયાત્રા કેમ ન કાઢી તે અંગે ચર્ચા પણ કરશે.

વીડિયોમાં જુઓ : લક્ષ્મણદાસજી જગન્નાથ મંદિર પહોંચ્યા

લક્ષ્મણદાસજીએ શું કહ્યું હતું?

રથયાત્રાના બીજા દિવસે સવારના 10 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ મંદિરમાં ગૃહ પ્રવેશ કરતા હતા ત્યારે વાસણ શેરીમાં રહેતા અને ભલા ભગત મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજે અન્નજળ ત્યાગ કરવાની ચીમકી આપી હતી. એટલું જ નહીં રથયાત્રાની પરંપરા તૂટી તે માટે ભારોભાર દુઃખની લાગણી સાથે તેમણે જગન્નાથ મંદિરે ચાલતા જવાની તૈયારીઓ પણ કરી હતી. આ વચ્ચે લક્ષ્મણદાસજી મહારાજને સમજાવવા માટે પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો હતો.
First published: June 27, 2020, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading