સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ
આ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા નીકળી ન હતી.

અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે, "રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ન કરી?

 • Share this:
  અમદાવાદ : શહેરમાં કોરોનાની મહામારી (Corona Pandemic)ને પગલે હાઇકોર્ટ (Gujarat HC) તરફથી રથયાત્રા (Ahmedabad Rath Yatra) કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના પગલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે 142 વર્ષની પરંપરા તૂટી હતી. બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજી (Head priest of Lord Jagannath Temple Dilipdas ji Maharaj)એ મોટો ધડાકો કરતા કહ્યું છે કે, તેમની સામે રમત રમવામાં આવી છે. તેમને છેલ્લી ઘડી સુધી રથયાત્રા નીકળશે તે માટેનો ભરોસો આપવામાં આવ્યો હતો. આ મામલે હવે કૉંગ્રેસ (Gujarat Congress)ના આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા સરકારે જનતાને છેતરી હોવાની લાગણી વ્યક્ત કરી છે.  (આ પણ વાંચો : મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો : મહંત દિલીપદાસજી)

  સરકારે જનતાની લાગણી સાથે રમત રમી : અમિત ચાવડા  આ મામલે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે, "રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ન કરી? શું @AmitShah, @vijayrupanibjp અને @PradipsinhGuj બધું જાણતા હતા છતાં ખોટો ભરોસો આપ્યો? મહંતની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે."

  ભાજપથી છેતરાયા, ખુદ ભગવાન : પરેશ ધાનાણી

  આ મામલે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ખૂદ ભગવાન ભાજપથી છેતરાયા છે. "143 વર્ષની ઐતિહાસિક પરંપરા તૂટ્યાનું સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનું કામ શા માટે અને કોના ઇશારે કર્યું હશે?"
  Published by:Vinod Zankhaliya
  First published:June 24, 2020, 13:38 pm

  ટૉપ ન્યૂઝ