અમદાવાદ: રામોલ પોલીસને ફરી 'નશો' ચઢ્યો? વેપારીને પોલીસવાન પાસે બોલાવી લાફો માર્યો, જુઓ CCTV

અમદાવાદ: રામોલ પોલીસને ફરી 'નશો' ચઢ્યો? વેપારીને પોલીસવાન પાસે બોલાવી લાફો માર્યો, જુઓ CCTV
પોલીસ મારનો વીડિયો વાયરલ.

ખાખીનો નશો અને રાજકીય પીઠબળ હોવાને કારણે અહીંના અધિકારીઓનું કોઈ કશું બગાડી શકતું ન હોવાની ચર્ચા.

  • Share this:
અમદાવાદ: શહેરની રામોલ પોલીસે (Ramol police) વેપારીને બંધનું પાલન ન કરતા લાફો ઝીકી દીધો હોવાની ઘટના સામે આવી છે. વેપારીને ગાડી પાસે બોલાવીને પીએસઆઇ (PSI)એ લાફો મારતા ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે રામોલ પોલીસ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ખાખીનો નશો અને રાજકીય પીઠબળ હોવાને કારણે અહીંના અધિકારીઓનું કોઈ કશું બગાડી શકતું ન હોવાની ચર્ચા જાગી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં આજથી આંશિક લૉકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ સમયે એક દુકાનનું શટર ઊંચું કરીને વેપારી કોઇ વસ્તુ વેચી રહ્યો હતો. જે અંગેની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ ત્યાં પહોંચી ગયા અને વેપારીને બોલાવીને લાફો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ રીતે નિયમનું પાલન કરાવવામાં આવે તો પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ વધી શકે છે.આ પણ વાંચો: રાજકોટ: પોલીસથી બચવા પાનના ગલ્લાવાળાએ ચલાવ્યું દિમાગ, અટકાયતનો વીડિયો થયો વાયરલ

અમદાવાદના વિવિધ વિસ્તારમાં કોરોનાના કારણે બિનજરૂરી કામગીરીની દુકાનો બંધ રાખવામાં આવી છે. એવું જ કંઈક અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યું હતું. જોકે, અહીં એક દુકાનદાર અડધું શટર ખુલ્લું રાખીને વસ્તુ વેચાણ કરી રહ્યો હતો. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઇ ત્યાં પહોંચ્યા હતા અને દુકાનદારને ગાડી પાસે બોલાવી કેમ શટર ખુલ્લું રાખ્યું છે? તેમ કહીને લાફો ઝીંકી દીધો હતો.

આ પણ વાંચો: AMCનો મોટો નિર્ણય: હૉસ્પિટલમાં દાખલ થવા 108 એમ્બ્યુલન્સ અને આધાર કાર્ડનો નિયમ હટાવ્યો

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરાશે કે કેમ તે સવાલ છે. આ સવાલ એટલા માટે પણ ઉપસ્થિત થતા હોય છે, કારણ કે અવારનવાર રામોલ પોલીસ વિવાદમાં આવતી હોય છે.

આ પણ વાંચો: ફરજ નિષ્ઠા: પીઠી ચોળેલી હાલતમાં સ્મશાનમાં પહોંચીને ત્રણ મૃતદેહનાં અંતિમસંસ્કાર કર્યાં

અગાઉ પણ અનેક વિવાદોમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાઈ રહીના દાવા કર્યા હતા. પરંતુ અહીંના અધિકારીઓને રાજકીય પીઠબળનો એવો તો નશો ચઢ્યો છે કે ઉચ્ચ અધિકારીઓ પણ તેમને કંઈ કરી શકતા નથી. ફરી એકવાર વિવાદ સામે આવતા સામાન્ય વ્યક્તિને માર મારનાર અને તેમના ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:April 28, 2021, 15:49 pm