આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે: પસંદગી તમારી માસ્ક પહેરશો કે એક હજાર રૂપિયાનો દંડ આપશો

આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે: પસંદગી તમારી માસ્ક પહેરશો કે એક હજાર રૂપિયાનો દંડ આપશો
પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી ફરીથી સૂચના ન મળે ત્યાં સુધી રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાતે 9 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.

 • Share this:
  દિવાળી (Diwali) પહેલા ખરીદી કરવાના બહાને લોકોએ બજારોમાં ભારે ભીડ કરી અને રજાઓમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે ગયા એટલું જ નહીં પરંતુ કોરોનાના નિયમોનું (corona Guildlines) ઉલ્લંઘન કર્યું. જેના કારણે ગુજરાત સરકારે (Gujarat government) અમદાવાદમાં (Ahmedabad) 57 કલાકનો કરફ્યૂ (curfew) લગાવી દીધો હતો. જે આજે, સોમવારે સવારે 6 કલાકે પુરો થયો છે. હવેથી જ્યાં સુધી ફરીથી સૂચના ન મળે ત્યાં સુધી રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાતે 9 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યૂ (night curfew) રહેશે. આજથી આ ચારેય મહાનગરોમાં પોલીસ મિશન માસ્ક (mask) શરૂ કરવાની છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલવાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે.

  માસ્ક નહીં તો 1000 રૂપિયાનો થશે દંડ  નોંધનીય છે કે, રવિવારે સાંજે ગુજરાતીઓને મુખ્યમંત્રીવિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. જેમા તેમણે યુવાઓને અપીલ કરી હતી કે, સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર અવર જવર કરે નહિ. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે. મુખ્યમંત્રીએ કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. 1000/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે.

  સોમવારથી રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રહેશે : નીતિન પટેલ

  ચાર મહાનગરોમાંથી 33 કરોડનો દંડ વસૂલાયો

  કોરોનાકાળમાં પોતાની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યમાં હજારો પોલીસ કર્મીઓ રસ્તા પર લોકોને કોરોનાના નિયમો પાળવાનું સમજાવે છે. આજથી ચારેય મહાનગરોમાં કડક રીતે મિશન માસ્ક શરૂ થવાનું છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 33 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યા પછી પણ લોકો કોરોના નિયમપાલન કરવામાં બેદરકાર જણાય છે.  અમદાવાદ: ટ્રાફિક પોલીસના પરિવારના 3ના મોત, 'coronaને મજાકમાં ન લેતા 17 લાખ ખર્ચ્યા તો પણ ભરખી ગયો'

  ભૂયંગદેવમાં આખી સોસાયટી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મૂકાઇ

  અમદાવાદ શહેરમાં કોરોના કેસોના વિસ્ફોટ બાદ રવિવારે એક જ દિવસમાં શહેરના નવા બાવીસ સ્થળને કોરોના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.ભૂયંગદેવ સોસાયટીને કોરોના કેસ વધતા આખી સોસાયટીને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવી પડી છે. ઉપરાંત બોપલમાં ઈસ્કોન પ્લેટીનમના ચાર આખા બ્લોકને માઈક્રોકન્ટેઈન્ટ કરવા પડયા છે. રવિવારે દક્ષિણ ઝોનના દસ,ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર,દક્ષિણ-પશ્ચિમ ઝોનના અને પૂર્વ ઝોનના ત્રણ-ત્રણ તેમજ મધ્ય અને પશ્ચિમ ઝોનના એક-એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 23, 2020, 07:24 am

  ટૉપ ન્યૂઝ