Home /News /madhya-gujarat /અમદાવાદ : વરસાદ બાદ ગટરનું ઢાંકણું પ્રેશર કૂકરની સિટીની જેમ ઉછળવા લાગ્યું, આશ્ચર્યજનક Video Viral

અમદાવાદ : વરસાદ બાદ ગટરનું ઢાંકણું પ્રેશર કૂકરની સિટીની જેમ ઉછળવા લાગ્યું, આશ્ચર્યજનક Video Viral

અમદાવાદના અંધજન મંડળ પાસે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

Ahmadabad Rains : અમદાવાદમાં ગઈકાલે વરસેલા થોડા વરસાદ બાદ જ આવી હાલત જોવા મળી, જુઓ વાયરલ વીડિયોમાં કેટલી તાકાતથી ઉછળ્યું ઢાંકણું

અમદાવાદ : અમદાવાદમાં (Ahmadabad Rains) ગઈકાલે સામાન્ય વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે થોડા વિસ્તારોમાં પાણી પાણી જેવો માહોલ હતો. જોકે, આ દરમિયાન અમદાવાદના આઈઆઈએમ (IIM) પાસે આવેલા અંધજનમંડળ પાસે એક આશ્ચર્જનક ઘટના જોવા મળી હતી. અહીંયા એક ગટરનું (Gutter Cover) ઢાંકણું પ્રેશરથી ઉછળવા લાગ્યું હતું. આ ઘટના દેખાવમાં તો સામાન્. હતી પરંતુ તેનું કારણ કોઈને ન સમજાતા રાહદારીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું. જોત જોતામાં આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ ગયો હતો.

બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે ગટરના ઢાંકણાનો વીડિયો વાયરલ થયો હતો. વરસાદના પાણીનું પ્રેશર હોય કે પછી અન્ય કોઈ કારણ પરંતુ જેવી રીતે પ્રેશર કૂકરના પ્રેશરથી સીટી ઉછળે એવી રીતે ઢાંકણું ઉછળવા લાગ્યું હતું. આ વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી બસમાંથી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજુલા : કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતાપિતા-પુત્રનું મોત

અંધજનમંડળ જનમાર્ગ એટલે કે બીઆરટીએસના રૂટ પર જ આ ઘટના જોવા મળી હતી અને વીડિયો પણ બસમાંથી કેપ્ચર કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે આટલા સામાન્ય વરસાદ બાદ જો ગટરના ઢાંકણાની આ સ્થિતિ હોય તો વધારે વરસાદ પડે તો સ્થિતિ વણસી પણ શકે છે. જોકે, દેખાવે સામ સામાન્ય લાગતી આ ઘટના ઇન્ટરનેટ પર ખૂબ પ્રસરાઈ હતી.



આ પણ વાંચો :બારેજામાં ગેસ લીકેજની દુર્ઘટનામાં 8 લોકોના મોત, ઘટનાના CCTV સામે આવ્યા

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા સમગ્ર હકિકતો સામે આવી હતી ત્યારે મનપાના ડ્રેનેજ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારના ઢાંકણાઓની સલામત અને સુરક્ષા અંગે તકેદારી રાખવી જરૂરી છે.
First published:

Tags: Ahmedabad Rains, Ahmedabad Video, Gutter, Viral Videos jm, અમદાવાદ, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો