અમદાવાદ : રેલવે સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારીની જાતિય સત્તામણી કરવી ભારે પડી, ધરપકડ


Updated: July 3, 2020, 3:21 PM IST
અમદાવાદ : રેલવે સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારીની જાતિય સત્તામણી કરવી ભારે પડી, ધરપકડ
આરોપી.

મહિલા તેના પિતરાઇ સાથે કૉફી પીવા માટે ગઈ હતી ત્યાં આવી પહોંચેલા રેલવે અધિકારીએ મહિલા સામે ગંદા ઈશારા કર્યાં હતાં.

  • Share this:
અમદાવાદ : રેલવે ઓફિસ (Railway Department)માં કામ કરતા સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારી (Woman Staff)ની જાતિય સતામણી ભારે પડી છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ (Police Complaint) કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  બનાવની વિગત એવી છે કે ગુરુવારે મોડી સાંજે ફરિયાદી મહિલા તેના પિતરાઈ ભાઈ સાથે ગાડીમાં ગેસ પુરાવવા માટે નીકળી હતી. આ દરમિયાન રેલવે સુપ્રિટેન્ડેન્ટે (Railway Superintendent) તેને ગંદા ઈશારા કર્યાં હતાં.

મહિલા બહાર નીકળી હતી ત્યારે તેને માથું દુઃખતું હોવાથી તેઓ વિસત ગાંધીનગર હાઇ વે પર આવેલા સંગાથ મોલમાં કોફી પીવા માટે ગયા હતા. આ દરમિયાન અસારવા રેલવે ડી આર એમ ઓફિસમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરતો હનીફ ખાન પઠાણ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પઠાણ મહિલાની કારની આસપાસ આંટા મારતો હતો. એટલું જ નહીં મહિલાની કારની પાસે તેની કાર પાર્ક કરીને મહિલાને ગંગા ઈશારા કરવા લાગ્યો હતો. આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

આ પણ વાંચો : સુરત માટે જોખમ ઊભું કરતા હીરા કારખાના માલિકો : રેડ ઝોનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા

મહિલાનો આરોપ છે કે વર્ષ 2015માં ઓફિસની ફાઇલની આપ-લેમાં તેઓ પરિચયમાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપી લેન્ડલાઈન ઉપર ફોન અન્ય કોઈ રીતે તેનને પરેશાન કરતો રહેતો હતો. એટલું જ નહીં સપ્ટેમ્બર 2019માં આરોપી મહિલાનો પીછો કરતાં કરતાં તેના ઘર સુધી પહોંચી ગયો હતો. આ સમયે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરી હતી.

નીચે વીડિયો જુઓ : સુરતમાં રેડ ઝોનમાં ધમધમી રહ્યા છે કારખાના
26મી જૂનના દિવસે જ્યારે મહિલા વિસત ગાંધીનગર હાઇવે પર આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી તે દરમિયાન આરોપીએ તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ તેના પિતરાઇ ભાઇને ફોન કરીને જેમ તેમ બોલવા લાગ્યો હતો. આ અંગે અરજી રજીસ્ટર એડી મારફતે મહિલાએ સાબરમતી પોલીસ સ્ટેશન મોકલી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: July 3, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading