કોરોના મહામારી વચ્ચે અમદાવાદ રેલવે ડિવિઝને કર્મચારીઓની બદલીના આદેશ કરતા રોષ

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ રેલવે ડિવિઝને કર્મચારીઓની બદલીના આદેશ કરતા રોષ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવે બોર્ડના આદેશનો પણ ઘોળીને પી ગયું, કોરોનાની મહામારી વચ્ચે રેલવે બોર્ડે 31 માર્ચ, 2021 સુધી બદલી ન કરવા કર્યો છે આદેશ.

  • Share this:
અમદાવાદ: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે રેલવે બોર્ડ દ્વારા કર્મચારીઓની ટ્રાન્સફર ન કરવા માટે નિર્ણય કર્યો હતો. જોકે, કોરોનાની મહામારીમાં અમદાવાદ ડિવિઝન (Ahmedabd Railway Division)ને કોઈ ફરક પડતો ન હોય તેમ રેલવે બોર્ડના પરિપત્રની ઐસીતૈસી કરીને પોતાના પાવરથી કર્મચારીઓની બદલી (Transfer) કરી દીધી છે. કોરોનાની મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા 31 માર્ચ, 2021 સુધી બદલી ન કરવા આદેશ કરાયો છે. આમ છતાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી અત્યાર સુધીમાં 400થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયને પણ આક્ષેપ કર્યો છે કે, રેલવે બોર્ડનો આદેશ હોવા છતાં બદલીઓ કરવામાં આવી છે. કર્મચારીઓ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ લાગવાનો ડર રહે છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન મંડળ મંત્રી એચ.એસ.પાલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, રેલવે બોર્ડના આદેશનું પણ પાલન થયું નથી. મહામારી વચ્ચે પણ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.આ પણ વાંચો: 

મંડળ સંગઠન મંત્રી સંજય સૂર્યબલીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, અમદાવાદ રેલવે ડિવિઝનમાં 18 હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. કોરોનાની મહામારીમાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી અત્યાર સુધીમાં 750 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને કોરોનાથી 30થી વધારે કર્મીઓનું નિધન થયું છે.

આ પણ જુઓ-

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન તરફથી પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે કે મહામારી વચ્ચે રેલવેના કર્મચારીઓની બદલી કરવામા ન આવે. આમ છતાં બદલીના આદેશ કરાયા છે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરવાને કારણે કર્મચારીઓમાં સંક્રમણ વધ્યું છે. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક, મિકેનિકલ, એન્જિનિયર, સિગ્નલ એન્ડ ટેલિકોમ, સહિતના તમામ વિભાગમાંથી બદલી થઈ રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 27, 2020, 13:38 pm

ટૉપ ન્યૂઝ