અમદાવાદ: કનોરિયા ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા

News18 Gujarati
Updated: April 21, 2018, 8:53 PM IST
અમદાવાદ: કનોરિયા ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા

  • Share this:
છેલ્લા મહિનામાં રેપ અને છેડતીની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના અતિ પોસ વિસ્તારમાં આવેલી એક કોલેજના પ્રોફેસરે પોતાની જ સ્ટુડન્ટ સાથે શારીરિક અડપલાં કરતા કોલેજની યુવતીઓમાં રોષ ની લાગણી ફાટી નીકળી છે, અને અંગે યુવતીઓએ કોલેજની મહિલા સંચાલક ને પણ જાણ કરી હતી પણ મહિલા હોવા છતાં તેમને કોઈ યુવતીની ફરિયાદ સાંભળી નહીં અને હદ તો ત્યારે થઈ કે મહિલા સંચાલકે યુવતીઓને જ ધમકીઓ આપી હતી.

એચ એલ કોલેજ પાસે આવેલી કનોરિયા ઇન્સ્ટિયુટમાં ઓઈલ પેન્ટર તરીકે ફરજ બજાવતા આશિષ સરકારે ગત બે દિવસ અગાઉ તેમની જ વિધાર્થીનીને પોતાના ચેમ્બરમાં બોલાવી હતી અને દરવાઝો બંધ કરી દીધો હતો અને યુવતીને પોતાના બાજુમાં બેસાડી તેને પેહલા તો હાથ પકડી બાદમાં તેના શરીરના બીજા અંગો સાથે અડપલાં કર્યા હતા. જેથી યુવતી એ આ વાતનો વિરોધ કરી ત્યાંથી નાશી ગઈ હતી અને કોલેજના સંચાલકોને જાણ કરી હતી પણ યુવતીની ફરિયાદ સાંભળવા ને બદલે તેને ધમકાવી હતી.

આ વાતથી ડરી ગયેલી યુવતીએ અંતે આ ઘટનાની જાણ તેના પરિવાર ને કરી અને પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે લંપટ પ્રોફેસર સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर