અમદાવાદઃ કોરોનાની સારવારના નામે ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, દર્દીએ જીવ ખોયો ને પકડાવ્યું લાખ્ખોનું બિલ

News18 Gujarati
Updated: May 24, 2020, 4:55 PM IST
અમદાવાદઃ કોરોનાની સારવારના નામે ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, દર્દીએ જીવ ખોયો ને પકડાવ્યું લાખ્ખોનું બિલ
હોસ્પિટલની તસવીર

આમ પરિવાર દ્વારા તપન હોસ્પિટલના સત્તાધિશો સામે આજીજી કરાઈ હતી. જોકે હોસ્પિટલે મૃતદેહ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

  • Share this:
અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો (coronavirus,) કહેર અથાવત છે. ગુજરાત અને અમદાવાદમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસ વધારે વકરતો જાય છે. ત્યારે સરકારી સહિત ખાનગી હોસ્પિટલો કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવાર કરવા લાગી ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં સરખી સારવાર ન મળવાની બૂમ પડી રહી છે. તો ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવારના મસમોટા બિલની લોકોને ચિંતા સતાવી રહી છે. જોકે, લોકોને કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવામાં આવી છે. જોકે, અમદાવાદની ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવારના નામે ઉઘાડી લૂંટ કરી રહી હોવાનું સામે આવ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે અમદાવાદની આનંદનગર રોડ ઉપર આવેલી તપન હોસ્પિટલ (Tapan hospital)દ્વારા બે લાખનું કહીને પાંચ લાખનું બિલ પકડાવીને ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના આનંદનગર રોડ ઉપર ખાનગી તપન હોસ્પિટલ આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા જાહેર કરેલી 42 કોવિડ હોસ્પિટલોમાં તપન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ હોસ્પિટલમાં આશરે 9 દિવસ પહેલા એક પરિવારનો કોરોના દર્દીને સારવાર માટે તપન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, 9 દિવસની સારવાર બાદ દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલ દ્વારા તેમને પાંચ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધી હતું.

પીડિત પુત્રની તસવીર


જોકે, પરિવારનો આરોપ છે કે તપન હોસ્પિટલ દ્વારા પહેલા 2 લાખ રૂપિયા કહ્યા હતા પરંતુ હવે પાંચ લાખનું બિલ પકડાવ્યું છે. જોકે, સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પહેલા બિલના પૈસા ચૂકવાશે પછી જ દર્દીનો મૃતદેહ આપવામાં આવશે.

મૃતકની તસવીર


આમ પરિવાર દ્વારા તપન હોસ્પિટલના સત્તાધિશો સામે આજીજી કરાઈ હતી. જોકે હોસ્પિટલે મૃતદેહ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આરોપ છે કે તપન હોસ્પિટલ સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઈકોર્ટના આદેશની સરેઆમ અવગણના કરી રહી છે.
First published: May 24, 2020, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading