અમદાવાદ : પોપ્યુલર બિલ્ડરનાં બંધુઓ રમણ-દશરથ પટેલ સામે વધુ એક ફરિયાદ, ભાડાની ઓફિસ પચાવી પાડવાનો આક્ષેપ

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડરનાં બંધુઓ રમણ-દશરથ પટેલ સામે વધુ એક ફરિયાદ, ભાડાની ઓફિસ પચાવી પાડવાનો આક્ષેપ
પોપ્યુલર બિલ્ડર બંધુ પૈકીના રમણ પટેલની ફાઇલ તસવીર

બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે થલતેજમાં આવેલી ત્રણ કરોડની ઓફિસને 2010થી ભાડે રાખી પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે પુરાવાના આધારે ફરિયાદ નોંધાઈ

  • Share this:
અમદાવાદ: શહેરના પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ (Popular builder Brothers) સામે વધુ એક પોલીસ ફરિયાદ (Police Complain) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police station) નોંધાઇ છે. બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે થલતેજમાં આવેલી ત્રણ કરોડની ઓફિસને 2010થી ભાડે રાખી પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે પુરાવાના આધારે ફરિયાદ નોંધાઈ છે. ઓફિસના માલિક દ્વારા અવારનવાર ખાલી કરવા નોટિસ આપવા છતાં બંને ભાઇઓ ધમકી આપી ઓફિસ પર કબજો લઈ લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોપ્યુલર બિલ્ડર સામે આ ચોથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સોલાના ઐશ્વવર્ય બંગલોઝમાં રહેતા અને મોટી ભોંયણ ખાતે ગુંજન પેઇન્ટ્સ નામે કંપની ધરાવતા ગોવિંદભાઈ બારોટની ન્યૂયોર્ક ટાવરમાં આઠમા માળે ઓફિસ આવેલી છે. વર્ષ 2010માં પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ એવા રમણ અમે દશરથ પટેલે ઓફિસ ખાલી હોવાથી 11 મહિના 29 દિવસના કરાર પર ભાડે રાખી હતી. 2011માં કરાર પૂરો થતાં વકીલ મારફતે ગોવિંદભાઈએ નોટિસ આપી હતી છતાં ખાલી નહિ કરી ત્રણ વર્ષ કાઢી નાખ્યા હતા.આ પણ વાંચો :   જામનગર : શિક્ષણધામ શર્મશાર થયું, આધેડ આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની ફરિયાદ

2015મા ફરી કરાર કરવાનું બિલ્ડર રમણ અને દશરથ પટેલે કહેતા કરાર કર્યો હતો. જે 2014થી ગણ્યો હતો. ફરી એક વર્ષ પૂરું થતા ઓફિસ ખાલી કરવાનું કહેતા તેઓએ ગાળો બોલી ઓફિસ અમારી છે અને અહીંયા પગ મુકશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ગોવિંદભાઈએ ખાનગી બેકમાં આ ઓફિસ પર લોન લીધી હતી જે બાબતે બંને ભાઈને જાણ થતાં તેઓ બેકમાં એક પત્ર લખી ખોટી જાણ કરી હતી કે આ ઓફિસ લાંબા સમય સુધી તેઓએ ભાડે રાખી છે. ત્રણ કરોડની કિંમતની ઓફિસ પચાવી પાડવા માટે તેઓએ ધમકી આપી કબ્જો લઈ લેતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : PCBએ દરોડા પાડી 30.60 લાખનો દારૂ ઝડપ્યો, 506 પેટી દારૂ સાથે 3 શખ્સની ધરપકડ

ઉલ્લેખનીય છે કે બિલ્ડર પરિવારનો ઘરનો કંકાસ પોલીસસ્ટેશન સુધી પહોંચ્યા બાદ એક બાદ એક ફરિયાદો નોંધાઈ હતી. એક ફરિયાદમાં તો સમગ્ર પરિવારજનો ના નામ પણ હતા અને રમણ પટેલ નું નામ આ તમામ ફરિયાદોમાં આવતા હવે તેની મુશ્કેલીમાં વધારો થશે.
Published by:Jay Mishra
First published:October 29, 2020, 07:18 am

ટૉપ ન્યૂઝ