અમદાવાદઃ સટ્ટોડિયાઓ પાસે પૈસા પડાવવા પોલીસની 'ધમ ધમ ગેંગએ' ગોઠવી નાખી નવી ગેમ, અધિકારીઓ અંધારામાં?

અમદાવાદઃ સટ્ટોડિયાઓ પાસે પૈસા પડાવવા પોલીસની 'ધમ ધમ ગેંગએ' ગોઠવી નાખી નવી ગેમ, અધિકારીઓ અંધારામાં?
પ્રતિકાત્મક તસવીર

વિસ્તારમાંથી સટ્ટો રમતા કોઈ એક વ્યક્તિને પકડી તેના આઈડીમાં જે વ્યક્તિઓ સામેલ હોય તેઓને અન્ય વિસ્તારમાંથી ઉઠાવી લાવવામાં આવતા હતા. બાદમાં ત્રણ ચાર લાખથી પતાવટની શરૂઆત કરી અને મામલો 50 હજાર, લાખ, દોઢ લાખમાં પતાવવામાં આવતો હોવાની ચર્ચા શરૂ થઈ છે.

  • Share this:
અમદાવાદ: શહેરના એક નોન કરપ્ટ આઇપીએસની (IPS) બદનામી તેમના જ તાબામાં આવતા એક પોલીસ સ્ટેશનના કર્મીઓ (Police station persons) કરી રહ્યા છે. આ પોલીસકર્મીઓની કરતૂતો જગજાહેર હોય છે છતાંય અધિકારીઓ કેમ ચૂપ બેસે છે તે સવાલ છે. આ ઉચ્ચ અધિકારી તેમના પીઆઇ અને કોન્સ્ટેબલોની (PI and consteble gang) "ધમ ધમ ગેંગ"ની આ કરતૂતોથી અંધારામાં છે કે તેમના ખોળામાં બેસી ગયા છે તે સવાલ છે. એક પીએસઆઇ હોટલમાં (hotel) મહિલા પોલીસકર્મીને લઈને ગયા અને પીએસઆઇને સજા આપવામાં આવી પણ અગાઉના તોડકાંડથી લઈને નવી ગેમ આ સ્ટાફ દ્વારા શરૂ કરાતા ઉચ્ચ અધિકારીઓ જાણે કે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.

વિવાદિત પોલીસ સ્ટેશનનો અમુક સ્ટાફ કે જે પોલીસ સ્ટેશનની એક ગેંગ તરીકે ઓળખાય છે તેઓએ આઇપીએલ (IPL 2021) ચાલતી હતી ત્યારે તે સીઝનમાં નવી જ ગેમ શરૂ કરી દીધી છે. વિસ્તારમાંથી સટ્ટો રમતા કોઈ એક વ્યક્તિને પકડી તેના આઈડીમાં જે વ્યક્તિઓ સામેલ હોય તેઓને અન્ય વિસ્તારમાંથી ઉઠાવી લાવવામાં આવતા હતા. બાદમાં ત્રણ ચાર લાખથી પતાવટની શરૂઆત કરી અને મામલો 50 હજાર, લાખ, દોઢ લાખમાં પતાવવામાં આવતો હોવાની ચર્ચા શરૂ થઈ છે અને હમણાં હમણાં તો આવા ચારેક બકરા પણ હલાલ કર્યા હોવાની ચર્ચા છે. અગાઉ પણ અનેક વિવાદોમાં જે તે ઉપલી અધિકારીઓએ આ ગેંગ સામે કાર્યવાહી ન કરતા હવે તેઓનું બળ વધ્યું છે અને જે તે વ્યક્તિઓના લોકેશન, સીડીઆર કઢાવી તોડપાણી નો નવો કીમિયો શરૂ કરી દેવાયો હોવાની ચર્ચા શરૂ થઈ છે.શહેરમાં આવેલા એક જૈન વિસ્તારનું પોલીસસ્ટેશન હાલ ઘણા સમયથી એટલે કે નવા અધિકારી આવતા ચર્ચામાં અને વિવાદોમાં રહ્યું છે. તાજેતરમાં એક તોડ પ્રકરણ સામે આવ્યુ હતું. જેમાં અધિકારી અને તેમના માનીતા પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીને અંધારામાં રાખી ખોટી રજૂઆતો કરી અન્ય સ્ટાફ મેમ્બરને રીતસરના ભરાવી દીધા હતા. જોકે આ તોડકાંડ ના અનેક પુરાવા હોવા છતાં આવું કાચું કેમ કપાયું તે સવાલ ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત

બાદમાં એક પીએસઆઇ અને મહિલા પોલીસકર્મી ના ઇલુ ઇલુ પ્રકરણ ને કારણે પોલીસ બદનામ થઈ હતી. ત્યારે હવે નવી તોડ કરવાની ગેમ આ પોલીસસ્ટેશન ની એક ગેંગ દ્વારા શરૂ કરાઇ છે. આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓ ને છે કે કેમ તે એક સવાલ છે. ચર્ચા મુજબની વાત એમ છે કે બપોર પડે ને પોલીસસ્ટેશન ની આ ગેંગ વિસ્તારમાં એક્ટિવ થાય છે. આ સ્ટાફનું કામ ગુનાઓના ભેદ ઉકેલવાનું છે તેની જગ્યાએ મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા એકલ દોકલ વ્યક્તિઓને પકડવામાં આવે છે. બાદમાં તેઓનો ફોન ફંફોળવામાં આવે છે.

જે તે વ્યક્તિનો ફોન ફંફોળી બાદમાં ક્રિકેટ સટ્ટા ના આઈડી અને મોબાઈલ ફોનમાંથી કેટલાક લોકોના નામ અને નમ્બર લઈ લેવામાં આવે છે. બાદમાં આ જ ગેંગનો એક વ્યક્તિ ગેરકાયદે કોલ ડેઇટેઇલ, લોકેશન જેવી માહિતીઓ લઈ તે વ્યક્તિઓને ફોન કરે છે અથવા તેમના એડ્રેસ પર અન્ય વિસ્તારમાં પહોંચી જઈ લઈ આવે છે. બાદમાં તેઓને કેસ કરવા જેવી અન્ય બીક બતાવી તોડપાણી કરવાની શરૂઆત કરતા હોવાની પોલીસબેડામાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

ચર્ચા મુજબ પહેલા તે બકરો લાવવામાં આવે છે અને બે ચાર લાખની માંગણી કરી આખરે તેને તોડી પાડી તેની પાસેથી 50 હજારથી માંડી ત્રણ ચાર લાખ સુધીનો તોડ કરી પોલીસસ્ટેશન ની આ ગેંગ મલાઈ ખાય છે. મોડી રાત સુધી ગેંગ તેમના અધિકારીઓ સાથે પોલીસસ્ટેશન માં બેસી આ જ કામ કરતા હોવાની ભારે ચર્ચા ચાલી છે.

આ પોલીસસ્ટેશન ના સ્ટાફ ના કારણે તેઓના નોન કરપટેડ અને બિન વિવાદિત અધિકારીની છાપ બગડતી જાય છે. અગાઉ આ અધિકારીએ અનેક પ્રકરણ સામે આવ્યા ત્યારે પણ પોલીસસ્ટેશન ની માહિતી બહાર કેમની જાય છે તેમ કહી સ્ટાફનો ઉધડો લીધો હતો પણ જે જવાબદાર અને કાંડ કરનાર કર્મચારીઓ અને અધિકારી છે તેઓ સામે એક પગલું પણ લેવાયું ન હતું. ત્યારે ચર્ચાતી આ વાતો પર હકીકત શુ છે તે બાબત પર તપાસ કરવામાં આવે તો અનેક સાચી હકીકતો સામે આવી શકે તેમ હોવાનું મનાય રહ્યું છે.કોન્સ્ટેબલ બની ગયો સેકન્ડ પીઆઇ? 
પોલીસસ્ટેશનમાં ચાલતી ચર્ચા મુજબ એક પોલીસકર્મી અમુક લોકો આગળ રોફ ઝાડતા પોતાને સેકન્ડ પીઆઇ હોવાનું કહી લોકોને દમ મારે છે. પોલીસસ્ટેશન નો સ્ટાફ એટલી હદે કંટાળ્યો છે કે આ પોલીસકર્મીને "માથામાં વાળ ઉગાડવાની તાકાત નથી" ને પોતાને સેકન્ડ પીઆઇ ગણાવે છે અને તેમના સાચા પીઆઇ પણ મુકપ્રેક્ષક બનીને તમાશો જોતા આવ્યા છે. ત્યારે આ જ પોલીસસ્ટેશનમાં મામો બનીને ફરતો એક વ્યક્તિ પણ આવા તોડકાંડ માં સંડોવાયેલો હોવાની ચર્ચા છે. આ ચર્ચા થતા ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરે છે કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કહેવત માનીને આગળ વધે છે તે પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે.

તાજેતરમાં થયેલા કેસની વિગતો જોઈને તપાસ કરીશું : એસીપી
આ બાબતે એન ડિવિઝનના ઇન્ચાર્જ  એસીપી આર આર સરવૈયા એ જણાવ્યું કે હાલ એવી કોઈ વ્યક્તિની ફરિયાદ આવી નથી. પણ અગાઉ કોઈ સટ્ટા ના કેસ થયા હતા તે બાબતે આક્ષેપો થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. તાજેતરમાં જે વ્યક્તિ પર ક્રિકેટ બેટિંગ સટ્ટા નો કેસ કર્યો હશે તેની માહિતીઓ મંગાવી તપાસ કરી ખરાઈ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:May 09, 2021, 21:09 pm

ટૉપ ન્યૂઝ