કોમી એકતા માટે અમદાવાદ પોલીસનો નવો પ્રયાસ, બનશે એકતા મેદાન

કોમી એકતા માટે અમદાવાદ પોલીસનો નવો પ્રયાસ, બનશે એકતા મેદાન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તસવીર

શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચ પાસે આવેલ મેદાનમાં એકતા મેદાન નામ આપી નવું રુપ આપવામાં આવશે.

 • Share this:
  નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ દ્રારા કોમી એકતાને લઈ અગાઉ પણ પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે ફરી વાર એક નવો પ્રયાસ થવા જઈ રહ્યો છે. શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચ પાસે આવેલ મેદાનમાં એકતા મેદાન નામ આપી નવું રુપ આપવામાં આવશે.

  નોંધનીય છે કે આ મેદાનમાં અનેક ખેલના મેદાન સહિત અન્ય વસ્તુઓ બનાવવામાં આવશે અને જેનો ફાયદો આસપાસના લોકો લઇ શકશે. ક્રાઈમ બ્રાંચની સામે આવેલા આ મેદાનમાં ચોરીના વાહનો અને પોલીસ સ્ટાફના વાહનો દેખાઈ આવે છે પરંતુ થોડાક સમય બાદ અહીંયાની રુપ રેખા બદલાઈ જશે. આ મેદાનમાં અલગ-અલગ રમતો માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવશે અને સાથો સાથ બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક પણ હશે.  શહેર પોલીસે થોડાક વર્ષો પહેલા કોમી એકતાને લઈ વસંત-રજબની યાદમાં બંધુત્વ સ્મારક બનાવ્યુ હતું. શહેર પોલીસ કમિશનરે હવે ક્રાઈમ બ્રાંચ સામે આવેલા આ મેદાનનો ઉપયોગ કરી ફરી કોમી એકતાની મિશાલ ઉભી કરવા જઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્રારા નિર્ભયા ગ્રાન્ટમાંથી 95 લાખ રુપિયા મળશે જેથી તે રુપિયાનો ઉપયોગ આ એકતા મેદાન બનાવવામાં ઉપયોગ કરાશે.

  ક્રાઇમ બ્રાન્ચના acp બીવી ગોહિલનું કેહવું છે કે 95 લાખના ખર્ચે આ મેદાનમાં ફુટબોલ, બોલીબોલ, બાસ્કેટલ બોલ અને કબડ્ડી જેવી રમતોના ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. સાથો સાથ દોડવા અને ચાલવા માટે ટ્રેક અને બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક બનશે. જેથી બાળકો પણ ત્યાં આવી રમી શકશે. આ ગ્રાઉન્ડમાં આવવા માટે રિવરફ્ર્ન્ટમાંથી એક રસ્તો પણ કાઢવામાં આવશે.

  નોંધનીય છે કે. આ ગ્રાઉન્ડનો ઉપયોગ કોઈ પણ વિના મુલ્યે ઉપયોગ કરી શકશે. એકતા મેદાન માટે ટ્રેન્ડર માટે ફાઈલ પોલીસ કમિશનર કચેરી મોકલી દેવાઈ છે. ત્યારે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી ઝડપથી કામ શરુ કરી દેવાશે.નોંધનીય છે કે રમતના ગ્રાઉન્ડ સાથે પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવશે જેથી વ્યવસ્થિત ગાડી પણ સમાઈ શકે.
  Published by:News18 Gujarati
  First published:June 05, 2019, 17:17 pm

  ટૉપ ન્યૂઝ