અમદાવાદ પોલીસે PUBG પર પ્રતિબંધનાં માંગ્યા રિવ્યુ, લોકોએ આપ્યાં મજેદાર જવાબો

News18 Gujarati
Updated: March 17, 2019, 10:19 AM IST
અમદાવાદ પોલીસે PUBG પર પ્રતિબંધનાં માંગ્યા રિવ્યુ, લોકોએ આપ્યાં મજેદાર જવાબો
પબજી મોબાઈલ, ગેમ ફોર પીસથી મેમાં થયેલા કુલ રાજસ્વમાંથી લગભગ 10.1 કરોડ ડોલરનું રાજસ્વ એપ્પલના સ્ટોરથી પ્રાપ્ત થયું, જ્યારે ગૂગલના પ્લેટફોર્મથી કુલ 4.53 કરોડ ડોલરનું રાજસ્વ પ્રાપ્ત થયું.

યુવા વર્ગમાં ઘણી પસંદ કરાતી આ ગેમનાં કારણે અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે કે જેને લઈને ફક્ત માતા પિતા જ નહીં પરંતુ તંત્ર પણ સજાગ થયું છે.

  • Share this:
અમદાવાદ: આખી દુનિયામાં પબજી ગેમની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. યુવા વર્ગમાં ઘણી પસંદ કરાતી આ ગેમનાં કારણે અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે કે જેને લઈને ફક્ત માતા પિતા જ નહીં પરંતુ તંત્ર પણ સજાગ થયું છે. જેના કારણે અનેક જગ્યાએ પબજી ગેમ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લાદી દીધા છે. સમગ્ર શહેરમાં પબજી રમતા યુવાનોને પકડવા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. અને જે લોકો પબજી ગેમ રમતા હોય તે લોકોને પકડવા પોલીસ તંત્ર કામે લાગી ગયું છે. અમદાવાદ પોલીસે ટ્વિટર પર પબજી ગેમ પર લગાવેલા પ્રતિબંધને લઈને રિવ્યુ મંગાવવામાં આવ્યા છે. જેમાં અનેક લોકોએ રિવ્યું આપ્યાં છે જેમાં અનેક લોકોએ કટાક્ષ પણ કર્યા છે. જેમાં એકજ દિવસમાં 150 જેટલી કોમેન્ટ શહેર પોલીસને મળી છે. મોટાભાગની કોમેન્ટમાં લોકોએ વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: PUBGની લતમાં પડ્યો 15 વર્ષનો છોકરો, પિતાના રૂ. 50,000 ઉડાવ્યાં

અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને પૂછ્યું છે કે, PUBG રમતની સલાહસૂચી/માર્ગદર્શિકા”: PUBG શું છે?, PUBG ની બાળકો ઉપર શું અસર થાય છે?, PUBG થી છુટકારો મેળવવા માટેના સૂચનો.'
પબજી ગેમ મોબાઇલ પર ડાઉનલોડ જ થાય નહી તે માટે રાજકોટ પોલીસે ગુગલના સંચાલકોને પત્ર લખી જરૂરી પગલાની વિનંતી કરી છે.
First published: March 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading