અમદાવાદ : લૉકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી બૂટલેગરે અપનાવ્યો નવો કીમિયો, ધરપકડ

અમદાવાદ : લૉકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી બૂટલેગરે અપનાવ્યો નવો કીમિયો, ધરપકડ
આ પરિસ્થિતિનો લાભ લઈને ગુના આચરનાર આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે.

પરિસ્થિતિનો ગેરલાભ લઈને ગુના આચરનાર આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે તેનું ઉદાહરણ કાગડાપીઠ પોલીસે પૂરો પાડ્યો છે.

  • Share this:
અમદાવાદ: હાલ કોરોનાને (coronavirus) લઈને શહેર પોલીસ (Ahmedabad police) જ નહીં પણ રાજ્યભરની પોલીસ એક્ટિવ બની છે. લૉકડાઉન વચ્ચે લોકોને ઘરમાં રહેવાની તો સૂચના આપી જ રહી છે. પણ આ પરિસ્થિતિનો લાભ લઈને ગુના આચરનાર આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે તેનું ઉદાહરણ કાગડાપીઠ પોલીસે પૂરુ પાડ્યું છે. લૉકડાઉનમાં સેનિટાઇઝર સર્વિસ Govt.approved નું બોર્ડ લગાવી દારૂની ખેપ મારતા બે બુટલેગરોને ઝડપી પાડી દારૂના ધંધા ન ચલાવવા કાર્યવાહી કરી છે

કોરોના ને લઈને લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો પોલીસની મંજૂરી સાથે પોતાને કોઈ કામ હોય તો નીકળી રહ્યા છે. જો કોઈને ઇમરજન્સી હોય કે સાચું કારણ પોલીસને લાગે તો જ એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. બાદમાં જ લોકો તેના આધારે પોતાનું કામ પતાવવા જાય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે આવી પરિસ્થિતિ અને થોડી આપેલી છૂટછાટનો ગેરલાભ લઈને પોતાના બદઇરાદા પાર પાડતા હોય છે. પણ આખરે પોલીસ પકડમાં આવી જ જતા હોય છે.આ પણ વાંચો : કોરોના વાયરસ : NEET UG 2020ની પરીક્ષા ટળી, મે ના અંતિમ સપ્તાહમાં થવાની આશા

કાગડાપીઠ પોલીસ લૉકડાઉનને લઈને બંદોબસ્તમાં  હતી. તેવામાં એક એક્ટિવા પસાર થતું હતું. આ એક્ટિવા પર બે લોકો સવાર હતા. એક્ટિવા પર Govt.approvedનું બોર્ડ લગાવેલું હતું. પોલીસને શંકા જતા બંને લોકોને સાઈડમાં લઈ જઈ નામઠામ પૂછયા હતા. કિશન ઉર્ફે ગામો સોલંકી અને પ્રકાશ ઉર્ફે લાલુ પરમારની પોલીસે તપાસ હાથ ધરી તો એક્ટિવમાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોના દર્દીના સંપર્કમાં આવનાર ચાર વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

દારૂની ખેપ મારતા બે લોકોને પોલીસે પકડી આ બોર્ડ ક્યાં બનાવડાવ્યું અને ક્યાં આ દેશી દારૂ સપ્લાય કરવાના હતા એ બાબતની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ : 
First published:March 28, 2020, 07:27 am

ટૉપ ન્યૂઝ