'આ પોલીસને છોડવી નથી, હાથપગ તોડી નાખો, ગાડી સળગાવી દો,' માસ્કનો દંડ ફટકારના પોલીસને ધમકી


Updated: October 23, 2020, 11:19 AM IST
'આ પોલીસને છોડવી નથી, હાથપગ તોડી નાખો, ગાડી સળગાવી દો,' માસ્કનો દંડ ફટકારના પોલીસને ધમકી
પ્રતિકાત્મક તસવીર

'આ પોલીસને છોડવી નથી, તેમના હાથપગ તોડી નાખો. તેમની ગાડીઓ સળગાવી દો. આ બધાને ચાંદલોડિયા ખાતે પોલીસવાળાને માર્યો હતો તે રીતે મારો.'

  • Share this:
અમદાવાદ: કોરોનાની ગાઇડલાઇન (Corona Guidelines)નો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને જ્યારે માસ્ક (Mask) ન પહેરવા બદલ દંડની વાત આવે ત્યારે લોકો ઉશ્કેરાઈ જતા હોય છે અને પોલીસને મનફાવે તેમ બોલતા હોય છે. આવો જ વધુ એક બનાવ શહેરના વાડજ વિસ્તારમાં જોવા મળ્યો છે. પોલીસે દુકાનમાં કામ કરી રહેલી મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી રૂપિયા 1000નો દંડ માંગ્યો તો મહિલા અને તેના સગાએ પોલીસનાં હાથપગ તોડીને ગાડીઓ સળગાવી દેવાની ધમકી આપી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

ગુરૂવારે મોડી સાંજે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નવા વાડજ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા એમ.આર.આઈ સિઝનેબલ નામની દુકાનમાં હેમા પટેલ નામની એક મહિલા મોઢા પર માસ્ક પહેર્યા વગર કામ કરી રહી હતી. જેથી પોલીસે તેમની પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1000નો દંડ માંગ્યો હતો. જેથી મહિલા બૂમાબૂમ કરીને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી હતી અને અવાજ સાંભળતા જ તેનો પતિ, દીકરી અને જમાઈ આવી ગયા હતા. તમામ પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પુત્રવધૂ તેના સાસુને સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ અને...

તમામ લોકો કહેવા લાગ્યા હતા કે તમે માસ્કનો દંડ કેમ આપો છો? અમે કોઈ દંડ ભરવાના નથી. એટલું જ નહીં, પોલીસ પર હુમલો કરીને ધમકી આપી હતી કે, 'આ પોલીસને છોડવી નથી, તેમના હાથપગ તોડી નાખો. તેમની ગાડીઓ સળગાવી દો. આ બધાને ચાંદલોડિયા ખાતે પોલીસવાળાને માર્યો હતો તે રીતે મારો.'

આ પણ જુઓ-

આ પણ વાંચો: અમદાવાદ: માતાજીની આરતી બાદ તાનમાં આવીને ગરબા રમવું ભારે પડ્યું, પોલીસે બે ગુના નોંધ્યા

આવું કહીને તમામે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જોકે, પોલીસે અન્ય પોલીસ સ્ટાફ બોલાવતા જ કેટલાક આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે વિશાલ પટેલ અને રાજુ પરિહાર નામના બે આરોપીને ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 23, 2020, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading