અમદાવાદ : IPLનાં ખેલાડીઓનો કાફલો પસાર કરાવવા એમ્બ્યુલન્સ રોકી -Viral Video

અમદાવાદ : IPLનાં ખેલાડીઓનો કાફલો પસાર કરાવવા એમ્બ્યુલન્સ રોકી -Viral Video
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા હતા ગંભીરક સવાલો

અમદાવાદમાં શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

 • Share this:
  અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) બે દિવસ પહેલાં આઈપીએલનાં (IPL) ક્રિકેટરોની (Cricketer) બસને પસાર કરવા માટે પોલીસે ટ્રાફિકની (Traffic Police) વ્યવસ્થા ગોઠવી હતી. જોકે, ક્રિકે્ટરો માટે આ વ્યવસ્થા સામાન્ય છે. જોકે, રાજ્ય અને અમદાવાદ શહેર ખુદ જ્યારે કોરોનાની મહામારીથી પીડાતું હોય ત્યારે સૌથી વધુ જરૂરી બને છે એમ્બ્યુલન્સને (Ambulance) રસ્તો આપવો. નિયમ પ્રમાણે પણ એમ્બ્યુલન્સને જ પ્રાયોરિટી આપવી જરૂરી છે. જોકે, અમદાવાદમાં પોલીસની ગફલત સમજો કે ગેરસમજ કે પછી આંખ આડા કાન આઈપીએલના ક્રિકેટરોની બસને પસાર કરવા માટે ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની હોવાની માહિતી છે જ્યાંથી પસાર થઈ રહેલી ખેલાડીઓની બસને પ્રાધાન્યતા આપવા માટે એક એમ્બ્યુલન્સ રોકવામાં આવી હતી. ટ્રાફિકમાં સામા કાંઠે રાહ જોઈ રહેલા એક કાર ચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેના કારણે વીડિયો વાયરલ થતાં જ પોલીસની ટ્રાફિક વ્યવસ્થા પર સવાલો સર્જાયા હતા.  ખેલાડીઓ મહત્ત્વના છે કે દર્દીઓ એ તંત્ર અને પોલીસ બંનેએ નક્કી કરવું પડશે. શહેર કોરોના સામે લડાઈ લડી રહ્યું છે સમગ્ર રાજ્ય પણ લડાઈ રહ્યું છે ત્યારે આઈપીએલના ખેલાડીના કાફલાને પસાર કરવા માટે જીવન સંજીવનીનું આવી રીતે અટવાઈ પડવું એ માનવતા માટે પણ શરમજનક બાબત છે. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ છે.

  આ પણ વાંચો : સુરત : દારૂની 'રાત્રિ બજાર'નો Live વીડિયો થયો Viral, દારૂડિયા અને બૂટલેગરોએ તમામ હદ વટાવી

  Covid: IPL આ સીઝન માટે સસ્પેન્ડ, અનેક ખેલાડી કોરોના સંક્રમિત થયા બાદ BCCIએ લીધો નિર્ણય

  દેશમાં કોરોના વાયરસના કેસ વધતા આઈપીએલ 2021 સ્થગિત કરવામાં આવી છે. આ સિઝન માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલોની બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સમાચાર સંસ્થા એએનઆઈની જાણકારી આપી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સમાં કોરોના પહોંચતા ધીરે ધીરે ચેપ વધવાની શક્યતાઓ જણાઈ રહી હતી. તેવામાં આખરે બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

  બે દિવસમાં ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી, સંદીપ વારિયર, વૃધ્ધિમન સહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના બે સભ્યોના સંક્રમિત થવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે ટૂર્નામેન્ટને રદ કરવું જરૂરી છે. લીગમાં જોડાનારા દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
  Published by:Jay Mishra
  First published:May 04, 2021, 20:02 pm

  ટૉપ ન્યૂઝ