અમદાવાદ : બાળકને ગેમ રમવા બોલાવી દુષ્કૃત્ય આચરીને વીડિયો વાયરલ કરી દીધો


Updated: January 28, 2020, 9:55 AM IST
અમદાવાદ : બાળકને ગેમ રમવા બોલાવી દુષ્કૃત્ય આચરીને વીડિયો વાયરલ કરી દીધો
પ્રતિકાત્મક તસવીર

પાડોશી યુવકે તેના મોબાઈલમાં સગીરને બીભત્સ વીડિયો બતાવી આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા નિકોલ પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા 14 વર્ષના સગીરનો મુખમૈથુન કરતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પાડોશી યુવકે તેના મોબાઈલમાં સગીરને બીભત્સ વીડિયો બતાવી આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા નિકોલ પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નિકોલ વિસ્તારમાં 14 વર્ષનો સગીર તેના પરિવાર સાથે રહે છે. સગીરનો મુખમૈથુનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે સગીરના માતાપિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. વીડિયોમાં સગીરના પાડોશમાં રહેતો યુવક ખુરશીમાં બેઠો હતો તેમજ તે મોબાઇલમાં કોઈ વીડિયો બતાવીને સગીર પાસે દુષ્કૃત્ય કરાવી રહ્યો હતો. આ બાબતે સગીરને તેના માતાપિતાએ પૂછતાં નવ મહિના પહેલા યુવક તેને લખોટી રમવા અને મોબાઈલના ગેમ રમવાના બહાને ઘરમાં લઈ ગયો હતો અને આવું કૃત્ય કરાવ્યું હોવાનું ખુલ્યું હતું. આ મામલે સગીરના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શર્ટ પર કેક પડી જતાં યુવકે પાડોશીને ચપ્પુ મારી દીધું

અમદાવાદ શહેરમાં બનેલા બીજા એક ગુનાખોરીના બનાવમાં રામોલ વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને તેમના પાડોશીએ જ ચપ્પુ મારી દીધું હતું. કેક ખવડાવવા જતા કેકનો ટુકડો આરોપીના શર્ટ પર પડતા તેણે પોતાની પાસે રહેલું ચપ્પુ પીડિતને મારી દીધું હતું. ઘટનાને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાતા રામોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલના ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા રાજભાઇ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રે તેમના મિત્ર જગદીશભાઇ રીક્ષા લઇને થોડીવારમાં આવશે તેમ કહી નીકળ્યા હતા. પણ ઘણો સમય વીતી ગયો છતાંય તેઓ પરત આવ્યા ન હતા. જેથી રાજભાઇ ફ્લેટના ગેટ પાસે તેમની રાહ જોતા હતા. તે દરમિયાનમાં રાજભાઇના ફ્લેટમાં રહેતા નિખિલ લકુમે તેમને ચપ્પુ મારી દીધું હતું. તપાસ કરતા માલુમ પડ્યું કે રાજભાઇ તેમના મિત્ર પરેશભાઇ અને આરોપી નિખિલ બગીચા પાસે ઉભા હતા. આ સમયે કોઇનો જન્મદિવસ હોવાથી તે કેક ખવડાવવા આવ્યા હતા. રાજભાઇ નિખિલને કેક ખવડાવવા ગયા હતા પણ નિખિલે ના પાડતા કેકનો ટુકડો તેના શર્ટ પર પડ્યો હતો. જેથી આવેશમાં આવીને નિખિલે રાજભાઈને ચપ્પુ મારી દીધું હતું. રાજભાઇને ચપ્પુ વાગતા જ તેમનું આંતરડુ બહાર નીકળી ગયું હતું. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા.
First published: January 28, 2020, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading