અમદાવાદ Murder: ત્રણ કલાક કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરી કોથળીમાં ભર્યા

News18 Gujarati
Updated: November 9, 2019, 7:11 PM IST
અમદાવાદ Murder: ત્રણ કલાક કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરી કોથળીમાં ભર્યા
અસલાલીમાં માથા વગરની કટકા કરેલી લાશનો મામલો

અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટીકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક યુવકની ધરપકડ કરી

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટીકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક યુવકની ધરપકડ કરી છે. 12 લાખ રૂપિયાની લેતીદેતી મામલે ગોમતીપુરના યુવકની તેના જ ભાગીદારએ ગળુ દબાવીને હત્યા કર્યા બાદ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક ભરી દીધા હતા.

ગત રવિવારે એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટીકની થેલીમાં અત્યત દૃગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતા વ્યકિતએ તરતજ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટીકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી.અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી.

દરમ્યાનમાં ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. પોલીસે રોડ પાર તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં બે પ્લાસ્ટીકની થેલીઓ લઇને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું.પોલીસે રીક્ષા નંબરના આધારે પોલીસે રીક્ષાચાલકની અટકાયત કરી હતી પુછપરછ કરતા ગોમતીપુરના મતબુલ શેખ નામના યુવકે 300 રૂપિયા આપી બે પ્લાસ્ટીકની થેલી અસલાલી સુધી લાવવા આપ્યા હતા. પોલીસે કડી મળી જતા તેને ઝડપવા ઘરે પોહચી હતી પરંતુ ઘરે મળી આવ્યો ન હતો.મતબુલ તેઓ ઉતરપ્રદેશ જતો રહ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી. ઉત્તરપ્રદેશ પહોચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી જ્યા તેને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
First published: November 9, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading