અમદાવાદના પોલીસકર્મીનો 'પાવર': માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા!

અમદાવાદના પોલીસકર્મીનો 'પાવર': માસ્કના દંડની રકઝકમાં વચ્ચે પડેલી યુવતીને બે લાફા ઝીંકી દીધા!
પોલીસકર્મીએ યુવતીને બે લાફા ઝીંકી દીધા.

Ahmedabad police slapped girl: પોલીસકર્મીને એવી જરા પર સત્તા નથી કે તે એક મહિલા પર હાથ ઉપાડે, છતાં અહીં પોલીસકર્મીએ યુવતીને માર માર્યો હતો.

  • Share this:
અમદાવાદ: માસ્ક (Mask) ન પહેરવા પર ભારે દંડને પગલે પોલીસ (Police) અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ અમદાવાદ શહેર (Ahmedabad city)માં નોંધાયો છે. જેમાં એક પોલીસકર્મીએ યુવતીને બે લાફા ઝીંકી દીધા (Police slapped girl) હતા. પોલીસ માસ્કના દંડ માટે તમામ હદ પાર કરી રહી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ પોલીસની ગાડીમાં બેસાડે છે. આ દરમિયાન તેની સાથે રહેલી યુવતી પોલીસ સાથે રકઝક કરે છે. આ દરમિયાન આવેશમાં આવી ગયેલો એક પોલીસકર્મી આ યુવતીને એક પછી એક એમ બે લાફા ઝીંકી દે છે.

પોલીસકર્મીને એવી જરા પર સત્તા નથી કે તે એક મહિલા પર હાથ ઉપાડે, છતાં અહીં પોલીસકર્મીએ યુવતીને માર માર્યો હતો. જો કોઈ મહિલાની ધરપકડ કરવી હોય તો પણ નિયમ પ્રમાણે કોઈ મહિલા પોલીસકર્મી હાજર હોવી ફરજિયાત છે. વીડિયોમાં જે ગાડી દેખાય છે તેના પરથી એવો અંદાજ આવે છે કે ગાડી અમદાવાદ શહેરની છે. તેમજ તેના પર લાલ કલરથી P 1238 લખેલું છે. આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વીડિયો શહેરના નવરંગપુરા વિસ્તારનો છે. આ વીડિયો એચ.એલ કૉલેજ પાસેનો છે. આ મામલે DCP ઝોન-1 રવિન્દ્ર પટેલ તરફથી તપાસના આદેશ પણ આપી દેવાયા છે.આ પણ વાંચો: અમરેલી: બાબરામાં બુધવારી બજારમાં ગરીબ મહિલાઓ પર મહિલા PSIએ વરસાવ્યા ડંડા

વીડિયોમાં જે વાતચીત સાંભળવામાં આવી રહી છે તેના પરથી યુવક દંડ ભરવા માટે તૈયાર છે. હવે યુવક દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસ અને તેમની વચ્ચે કયા મુદ્દે ગરમાગરમી થઈ ગઈ હતી તે તપાસનો વિષય છે. આ બનાવમાં જો યુવકે માસ્ક ન પહેર્યું હોય તો પોલીસને દંડ ઊઘરાવવાની સત્તા છે, આ ઉપરાત જો યુવકે ઝઘડો કર્યો હોય તો તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાની સત્તા છે. આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, પરંતુ પોલીસને આવી રીતે મારવાની સત્તા બિલકુલ નથી.

આ પણ વાંચો: 'રૂપિયા મફતમાં નથી આવતા,' અમદાવાદમાં યુવકે માસ્કના દંડ મામલે પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો

એક યુવતીને આ રીતે માર મારવામાં આવે તે ખરેખર ખોટું છે. હાલ આ મામલે તપાસના આદેશ કરી દેવાયા છે. તપાસ બાદ જ સમગ્ર ઘટના શું છે તે બહાર આવશે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે ત્યારે પોલીસકર્મી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:January 15, 2021, 17:38 pm

ટૉપ ન્યૂઝ