Home /News /madhya-gujarat /અમદાવાદ: 12 લાખ રૂપિયાની કિંમતના બનાવટી માસ્ક સાથે બે ઝડપાયા, 42 બોટલ દારૂ પણ મળ્યો!

અમદાવાદ: 12 લાખ રૂપિયાની કિંમતના બનાવટી માસ્ક સાથે બે ઝડપાયા, 42 બોટલ દારૂ પણ મળ્યો!

માસ્કનો જથ્થો.

બાપુનગર પોલીસે (Bapunagar Police) વિસ્તારમાંથી 3M 8210 કંપનીના બનાવટી માસ્કનો જથ્થો પકડી પાડયો છે.

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે પણ ઠગોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. આવા ઠગોમાં જાણે કે જરા પણ માનવતા ન હોય તેમ ઠગાઈ કરીને લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. આ લોકો બ્રાન્ડેડ કંપની (Branded Company Mask) ના બનાવટી માસ્કનું વેચાણ કરી રહ્યા છે. કોરોનાનો કહેર વધી જતાં રાજ્ય સરકારે બહાર નીકળતી દરેક વ્યક્તિ માટે માસ્ક (Mask) પહેરવું ફરજીયાત બનાવ્યું છે. જોકે, કેટલાક ઠગો જાણે કે આ નિર્ણય તેમના માટે કમાવાની તક લઈને આવ્યો હોય તેવું માની રહ્યા છે અને બનાવટી માસ્કનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. બાપુનગર પોલીસે (Bapunagar Police) વિસ્તારમાંથી 3M 8210 કંપનીના બનાવટી માસ્કનો જથ્થો પકડી પાડયો છે. આ માસ્કની કિંમત રૂપિયા 12 લાખ જેટલી થાય છે.

હાલ પોલીસે આ જથ્થા સાથે નિકોલના રહેવાસી હર્ષ કોરાટ અને રાયપુરના રહેવાસી નિકુંજ પટેલની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દરોડાં દરમિયાન પોલીસને 42 બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી આ બનાવટી માસ્કનો જથ્થો નિકોલના કલ્પેશ કોરાટ અને સુરતના અશ્વિન દુધત્રા પાસેથી ખરીદીને લાવ્યા છે. નિકુંજે આ જથ્થો હર્ષ પાસેથી પ્રતિ નંગ રૂપિયા 55માં ખરીદ્યો હતો. આ માસ્કની બજાર કિંમત 300 રૂપિયા સુધીની છે.



આ પણ વાંચો: પાટીલનું ટ્વીટ- 'મારો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ, RT-PCRનો રિપોર્ટ પેન્ડિંગ'

હાલ આ મામલે પોલીસે મુખ્ય આરોપી અશ્વિન દુધાત્રાને પકડવા માટે એક ટીમ બનાવી છે. જ્યારે આરોપીઓ કેટલા સમયથી આ બનાવટી માસ્કનું વેચાણ કરતા હતા તેમજ કોને કોને કરી રહ્યા હતા સહિતની તપાસ શરૂ કરી છે. બીજી તરફ જપ્ત કરવામાં આવેલો દારૂનો જથ્થો શા માટે લાવ્યા હતા તેની પણ તપાસ પોલીસ શરૂ કરી છે. નોંધનીય છે કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે. એમાં જો માસ્ક જ હલકી ગણવત્તાનું હોય તો કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. આ માટે જ ભારત સરકારે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત કર્યું છે. જેના આદેશને પગલે ગુજરાત સરકારે જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને 1000 રૂપિયા દંડ ફટકારવાની જાહેરાત કરી છે.
" isDesktop="true" id="1022910" >

જોકે, ફક્ત માસ્ક જ નહીં પરંતુ રાજ્યમાં અનેક જગ્યાએથી ડુપ્લિકેટ સેનિટાઇઝર પણ પકડાયું છે. આ બનાવટી સેનિટાઈઝરમાં જરૂરી માત્રામાં આલ્કોહોલનું પ્રમાણ હોતું નથી. આ કારણે પણ તેનો ઉપયોગ કરતા લોકોને ચેપ લાગવાનો ખતરો વધી જાય છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Mask, અમદાવાદ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો