દહેજનું દૂષણ : અમદાવાદની બે પરિણીતાના આપઘાત બાદ સાસરિયા સામે ફરિયાદ દાખલ


Updated: July 18, 2020, 11:53 AM IST
દહેજનું દૂષણ : અમદાવાદની બે પરિણીતાના આપઘાત બાદ સાસરિયા સામે ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

સોલા અને ચાંદખેડા પોલીસે પરિણીતાના આપધાત બાદ પરિણીતાના પતિ અને  સાસરિયા વિરુધ્ધમાં આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. 

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની (Coronavvvirus) મહામારી દરમિયાન આવેલા લૉકડાઉનથી ઘરેલુ હિંસા (Domestic Violence) નામનો વાયરસમાં લોકોના ઘરમાં ઘુસી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઘરેલુ હિંસાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જેના કારણે પરિણીતાના આપધાતના કેસો પણ વધી રહ્યા છે. સોલા અને ચાંદખેડા પોલીસે પરિણીતાના આપધાત બાદ પરિણીતાના પતિ અને  સાસરિયા વિરુધ્ધમાં આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

ચાંદખેડા કેશવ એપાર્ટમેન્ટમાં રહેતા મમતા જાદવે ગુરુવારના દિવસે બપોરે પોતાના છ વર્ષના પુત્ર રિયાશને સાથે લઈ ત્રીજા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક લોકોએ મમતા અને તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માતા-પુત્ર બંનેનાં મોત નિપજ્યા હતા.  આ ઘટનામાં ચાંદખેડા પોલીસે રાતે પતિ ચિરાગ, સસરા પ્રવિણભાઇ, સાસુ મંજુલાબેન, અને નણંદ વિરુધ્ધમાં આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

ચિરાગ મમતાને છેલ્લા કેટલાય સમયથી માનસિક ત્રાસ આપતો હતો અને એક લાખ રુપિયા દહેજ પેટે પણ માંગતો હતો. કંટાળીને મમતાબેને આ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે.

આ  પણ વાંચો - અમદાવાદ : લગ્નના એક જ વર્ષમાં પતિ બન્યો બેવફા, આખી રાત પત્નીથી રહેતો દૂર

પતિ અસહ્ય ત્રાસ ગુજારતો હતો

આ સિવાય ગઇકાલે સોલા પોલીસે પણ એક યુવક વિરુધ્ધમાં આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. એક વર્ષ પહેલા મઘ્યપ્રદેશની મૂળ રાખીના લગ્ન વિકાસ ઉર્ફે સેન્ટસિંહ જાટવ સાથે થયા હતા. લગ્ન બાદ વિકાસ અને તેના પરિવારજનો રાખી પાસે પિતાજીએ દહેજમાં ગાડી આપી નથી તેમ કહીને ઝઘડો કરતા હતા. એટલું જ નહિ તેને માર પણ મારતા હતા. બાદમાં રાખી અને વિકાસ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેવા માટે આવી ગયા હતો.આ વીડિયો પણ જુઓ - 

જ્યાં વિકાસ રાખી પર અસહ્ય ત્રાસ ગુજારતો હોવાના કારણે તેણે આપઘાત કર્યો હતો. આ કેસમાં સોલા પોલીસે વિકાસ વિરુધ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

આ  પણ વાંચો - બનાસકાંઠા : પછાત જાતિના યુવકનો નગ્ન મૃતદેહ ગામના મંદિર પાસેથી મળ્યો, 6ની ધરપકડ
Published by: Kaushal Pancholi
First published: July 18, 2020, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading