અમદાવાદ : ગાય બાદ હવે ઘોડાના માલિક સામે પણ ગુનો નોંધાયો

News18 Gujarati
Updated: September 4, 2019, 8:24 AM IST
અમદાવાદ : ગાય બાદ હવે ઘોડાના માલિક સામે પણ ગુનો નોંધાયો
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા નથી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ સહિત શહેરમાં દિન પ્રતિદિન રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે રખડતા ઢોરનાં કારણે કેટલા અકસ્માત પણ થયા છે અને આ અકસ્માતમાં ઘણા લોકોને ગંભીર ઈજોઓ પણ પહોંચી છે. આ ઢોરોને પકડવા પાલિકા તંત્રનો સ્ટાફ દર વખતે નિષ્ફળ રહે છે જેથી હવે રખડતા ઢોરના માલિક સામે શહેર પોલીસ ગુનો નોંધી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ રખડતી ગાયોનાં માલિક સામે ગુનો નોંધતી હતી પણ હવે રખડતા ઘોડાના માલિક સામે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : સુરતની Biking Queens, બાઈક પર કર્યો 21 દેશનો 21 હજાર કિમીનો પ્રવાસ

અમદાવાદનાં મુખ્ય રસ્તાઓ રખડતા પશુઓને કારણે ટ્રાફિક જામનાં બનાવો સામે આવતા હોય છે. સાથે જ અનેકવાર રખડતા પશુઓના કારણે અકસ્માતો પણ થતા હોય છે. ત્યારે વાહનચાલકો સહિત રાહદારીઓ રખડતા પશુઓનો ભોગ બનતા હોય છે. ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. જેથી એકાદ વર્ષથી પોલીસ રખડતી ગાયોનાં માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધતી હોય છે. ત્યારે હવે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એલિસબ્રીજ પોલીસે ગુજરાત કોલેજ પાસે રોડ પર ઉભેલા ઘોડાના માલિક સામે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : ત્રણ સંતાનોને રહેંસી નાખનાર કૉન્સ્ટેબલે રિમાન્ડમાં કહ્યું,'મારા પર મેલી વિદ્યા થઈ છે'

મ્યુનિ. કોર્પોરેશનના ઢોર અંકુશ ખાતા તરફથી પોલીસને એક વર્ધી મળી હતી. એએમસીની ટીમે ચાર ઘોડાને પકડીને જમા લીધા હતા. ત્યારબાદ માલિક સેનાભાઇ મકવાણા ઘોડા છોડાવવા આવતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેમની સામે ગુનો નોંધી અટકાયતી પગલાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદ પ્રમાણે સેનાભાઇએ પોતાના ચાર ઘોડા ગુજરાત કોલેજ પાસે રખડતા મૂક્યા હતા અને તેના કારણે ટ્રાફિક જામ થવો કે વાહનચાલકોને મુશ્કેલી પડે તથા ટ્રાફિકને અડચણરૂપ થતા હોવાથી ગુનો નોધ્યો હતો.

 
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,203,228

     
  • Total Confirmed

    1,677,190

    +73,538
  • Cured/Discharged

    372,403

     
  • Total DEATHS

    101,559

    +5,867
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres