અમદાવાદઃ નવા વર્ષની ઉજવણીમાં 31 લોકો દારૂ પીધેલા પકડાયા

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 1, 2018, 9:01 AM IST
અમદાવાદઃ નવા વર્ષની ઉજવણીમાં 31 લોકો દારૂ પીધેલા પકડાયા
પ્રતિકાત્મક તસવીર

લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીમાં હતા ત્યારે જ અમદાવાદમાં પોલીસે દારૂડિયાઓને પકડવાની કવાયત તેજ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીમાં હતા ત્યારે જ અમદાવાદમાં પોલીસે દારૂડિયાઓને પકડવાની કવાયત તેજ કરી હતી. સીજી રોડ પરથી 20 જેટલા નબીરાને નશાની હાલતમાં ઝડપાયા છે. પોલીસે બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરતા તમામ લોકો આલ્કોહોલ સેવન કરેલા માલૂમ પડ્યા હતા. પોલીસે અલગ અલગ બનાવોમાં કુલ 31 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકોની અટકાયત કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રંગમાં ભંગ

પોલીસે નવા વર્ષની દારૂ પીને ઉજવણી કરતા 31 લોકોને પકડી પાડ્યા છે. જેમાં સીજી રોડ પરથી 20 જેટલા દારૂ઼ડિયાની અટકાયત કરવામાં આવ છે. વસ્ત્રાપુરમાંથી મહેફિલ માણતાં 9 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે નિકોલમાં એક કારમાંથી 15થી વધી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.

વસ્ત્રાપુરમાં પોલીસની રેડ

31મી રાત્રે પોલીસે દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સખત કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ આદરવામાં આવી હતી. વસ્ત્રાપુરમાં એશિયા સ્કૂલ પાસે આવેલ રામા હાઉસ ફ્લેટમાં પોલીસે રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે પીધેલી હાલતમાં 9 લોકોની ધરપકડ કરી હતી.
First published: January 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading