અમદાવાદઃ પોલીસે 270થી વધારે લોકોને નશાની હાલતમાં ઝડપ્યા

News18 Gujarati
Updated: January 1, 2019, 12:59 PM IST
અમદાવાદઃ પોલીસે 270થી વધારે લોકોને નશાની હાલતમાં ઝડપ્યા
31મીએ 270થી વધુ લોકો સામે પ્રોહિબિશનના કેસ કરાયા.

31મી ડિસેમ્બરના રોજ પોલીસે કરેલી કાર્યવાહીમાં સેક્ટર-1માં 100થી વધારે જ્યારે સેક્ટર-2માં 170થી વધુ પ્રોહિબિશનના કેસ કરાયા છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ નવા વર્ષની ઉજવણી દરમિયાન અમદાવાદ પોલીસે દારૂના નશામાં રહેલા લોકો પર સપાટો બોલાવ્યો હતો. અમદાવાદ સેક્ટર-1 અને સેક્ટર-2માં પોલીસે 270થી વધારે પ્રોહિબિશનના કેસ નોંધ્યા છે. સૌથી વધારે કેસ સરદારનગર વિસ્તારમાં નોંધાયા છે. શહેરના પોશ વિસ્તાર સેટેલાઇટમાં પ્રોહિબિશનના ચાર કેસ નોંધાયા છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટા ભાગના લોકોને ઝડપી પાડ્યા હતા.

31મી ડિસેમ્બરના રોજ પોલીસે કરેલી કાર્યવાહીમાં સેક્ટર-1માં 100થી વધારે જ્યારે સેક્ટર-2માં 170થી વધુ પ્રોહિબિશનના કેસ કરાયા છે. જેમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે પણ કેસ નોંધાવામાં આવ્યા છે. દેશી દારૂ પીધેલા લોકો સામે સૌથી વધારે કેસ કરવામાં આવ્યા છે. અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તરામાં પણ પોલીસે 30થી વધારે દારૂને કેસ નોંધ્યા છે. આ ઉપરાંત અસલાલી વિસ્તારમાંથી એક ખેપિયો બિયરના જથ્થા સાથે ઝડપાયો હતો.

આ પણ વાંચો: 31મીની ઉજવણીઃ યુવતીઓ પણ પીધેલી પકડાઇ, વલસાડમાં પોલીસ સ્ટેશનો હાઉસફૂલ

કયા વિસ્કારમાં કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ સેક્ટર- 1

વસ્ત્રાપુર- 3, સોલા- 2, ઘાટલોડિયા- 7, નારણપુરા- 5, વાડજ- 1, રિવર વેસ્ટ- 1, વેજલપુર- 19, વાસણા- 4, એલિસબ્રીજ- 23, સેટેલાઇટ- 4, સાબરમતી- 8, રાણીપ- 4, કાલુપુર- 2, શહેરકોટડા- 1, ખાડિયા- 1અમદાવાદ સેકટર- 2

દરિયાપુર- 6, શાહીબાગ- 5, સરદારનગર- 70, કૃષ્ણ નગર- 10, ગોમતીપુર- 9, બાપુનગર- 5, રખિયાલ- 3, ખોખરા- 4, રામોલ- 26, વટવા- 2, મણિનગર- 11, વટવા જીઆઈડીસી- 2, ઇસનપુર- 2, દાણીલીમડા- 11

રાજ્યના અન્ય શહેરમાં પ્રોહિબિશનના કેસઃ

ભાવનગરઃ 31મીએ ભાવનગર જિલ્લાનાં પાંચ પૈકી ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 26 કેસ નોંધાયા છે. જેમાં ડિવિઝન સી- 8 કેસ, ડિવિઝન ઇ -10 કેસ અને ડિવિઝન બીમાં 8 કેસ નોંધાયા છે. નવા વર્ષમાં ડિવિઝન એ અને ડીમાં કોઈ જ કેસ નોંધાયો નથી.

રાજકોટઃ 31મીએ રાજકોટના જેતપુરમાં દારૂની મહેફિલ માણતા 19 લોકો ઝડપાયા હતા. પોલીસ અલગ અલગ જગ્યાએથી પોલીસે 5 નશાખોરો સહિત કુલ 24 લોકોની ધરપકડ કરી છે.

સુરતઃ 31મીએ સુરત પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી પીધેલાઓની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં અંદાજીત કુલ 70 લોકો સામે દારૂ પીવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 35 જેટલી બાઇકો કબજે કરવામાં આવી છે.
First published: January 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading