અમદાવાદ: દારૂની બાતમી બાદ દરોડાં કરવા ગયેલી પોલીસને રૂ. 37 લાખની રોકડ મળી

અમદાવાદ: દારૂની બાતમી બાદ દરોડાં કરવા ગયેલી પોલીસને રૂ. 37 લાખની રોકડ મળી
પોલીસે જપ્ત કરેલા રોકડા રૂપિયા.

Ahmedabad police raid: પોલીસને બાતમી મળી હતી કે ફ્લેટમાં દારૂનો જથ્થો ઉતર્યો છે, તપાસ કરતા એક બોટલ દારૂ મળી આવ્યો.

  • Share this:
અમદાવાદ: ઇસનપુર પોલીસ (Isanpur Police)ને દારૂના જથ્થાની બાતમી બાદ પાડેલા દરોડામાં દારૂનો જથ્થો (Liquor stock) નહીં પરંતુ રોકડા રૂપિયા (Cash) મળી આવ્યા છે. પોલીસ દારૂનો જથ્થો શોધી રહી હતી તેવામાં ઘરમાંથી 37 લાખ રોકડા મળી આવ્યા હતા. ઇસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ (Police Petrolling) કરતી પોલીસને મંગળવારે ભાડૂઆતનગરના શ્યામ સાંઈ એપાર્ટમેન્ટ (Shyam Sai Apartment)માં દારૂનો મોટો જથ્થો ઉતર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમી મુજબ ફ્લેટમાં રેડ કરતા દારૂનો જથ્થો તો નહીં પણ સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ જ મળી હતી. પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટના બે રૂમમાંથી અધધધ રૂ.37 લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પતિ ફરાર હોવાનું સામે આવ્યું છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વૉડના કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ સાથી કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ભાડૂઆતનગર શ્યામ સાંઈ એપાર્ટમેન્ટ પાસે આવતા તેઓને બાતમી મળી હતી કે એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા શાર્દુલ ચન્દ્રાત્રેએ તેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. પોલીસે બાતમી આધારે શાર્દુલ ચન્દ્રાત્રેના ફ્લેટ પર જઈ દરોડો કર્યો હતો. ઘરમાં એક મહિલા હાજર હતા. પોલીસે મહિલાના પતિ શાર્દુલ વિશે પૂછતાં મહિલાએ તેના પતિ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું.  મળતી માહિતી પ્રમાણે આરોપી આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટાના સટ્ટા રમે છે એટલે કે બુકી છે. હાલ તે દુબઈમાં હોવાની માહિતી મળી રહી છે. આ મામલે આગામી દિવસોમાં આઈટી સહિતની એજન્સીઓને જાણ કરવામાં આશે.





આ પણ વાંચો: 16 મહિલાઓની હત્યા કરનાર સાઇકો કિલરની ધરપકડ, મૃતક પાસેથી મળેલી એક ચીઠ્ઠી પોલીસને હત્યારા સુધી દોરી ગઈ!

જે બાદમાં પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં સર્ચ કરતા બેડરૂમના કબાટમાંથી સ્કોટલેન્ડ બનાવટની ત્રણ હજારની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી હતી. દારૂનો વધુ જથ્થો હોવાની માહિતી હોવાથી ઘરમાં વધુ સર્ચ કરતા પોલીસે કબાટમાં પડેલી સ્કૂલ બેગ ચેક કરી હતી. જેમાંથી રૂ. 6.35 લાખની રોકડ, બેડરૂમમાં પડેલા પેટી પલંગમાંથી બીજા રૂ.25.94 લાખ અને બીજા બેડરૂમમાંથી કબાટના લોકરમાંથી રૂ.5 લાખ મળ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા જઈ રહેલી બહેનને અજાણ્યો યુવક ઘરમાં ખેંચી ગયો, ફરિયાદ દાખલ

ઇસનપુર પોલીસે દારૂની બોટલ અને રોકડા રૂ.37. 29 લાખની રોકડ રકમ કોણ અને ક્યાંથી લાવ્યું તે અંગે સોનલ નામની મહિલાની પૂછપરછ કરી હતી. સોનલે જણાવ્યું હતું કે, રોકડ રકમ અને દારૂની બોટલ તેમના પતિ એક માસ અગાઉ ઘરમાં લાવ્યા હતાં. ઈસનપુર પોલીસે રોકડ રકમ અને દારૂની બોટલ કબજે લઈને આરોપી શાર્દુલ ચન્દ્રાત્રે અને તેની પત્ની સોનલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં રોકડ મળી આવવા અંગે તે બેનામી છે કે કેમ તે તપાસ બાદ જ પોલીસે તે પ્રમાણે કાર્યવાહી પોલીસ કરશે. હાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર આરોપી શાર્દુલની શોધખોળ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 27, 2021, 10:18 am

ટૉપ ન્યૂઝ