ગણેશ વિસર્જન અને મહોરમને લઇને પોલીસનું જાહેરનામું, આ રૂટો પર ડાયવર્ઝન

News18 Gujarati
Updated: September 8, 2019, 9:22 PM IST
ગણેશ વિસર્જન અને મહોરમને લઇને પોલીસનું જાહેરનામું, આ રૂટો પર ડાયવર્ઝન
પ્રતિકાત્મક ચિત્ર

અમદાવાદ - પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મહોરમના પર્વને ધ્યાનમાં રાખીને સામાન્ય વાહનવ્યવહારમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને ટ્રાફિક નિયમન થઇ શકે તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ સામાન્ય વાહન વ્યવહાર માટે કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આગામી 10મી સપ્ટેમ્બરે શહેરમાં મહોરમના પર્વને લઇને તાજીયા જુલુસ નીકળશે તે સમયે બપોરના 2 થી લઇને રાત્રીના 12 વાગ્યા સુધી કેટલાક રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.

આ રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો

દિલ્હી ચકલાથી ધીકાંટા, મિરઝાપુર રોડ

રેવડી બજારથી રીલીફ રોડ વીજળીઘર તરફનો માર્ગ
જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધીનો માર્ગ
રાયખડથી ખમાસા સુધીનો માર્ગનહેરુબ્રીજથી રૂપાલી સિનેમા તરફનો માર્ગ
કામા હોટલ સર્કલથી ખાનપુર દરવાજા સુધીનો માર્ગ
રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સુધીનો માર્ગ
રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક
મ્યુનિસિપલ કોઠાથી દાણાપીઠા ચાર રસ્તા સુધીનો માર્ગ
ખમાસા ચોકી તરફથી પારસી અગિયારી તરફનો માર્ગ
જીલ્લા પંચાયતથી ભદ્ર તરફનો માર્ગ
વીજળીઘર ચાર રસ્તાથી ભદ્ર તરફનો માર્ગ
પાનકોર નાકાથી ભદ્ર મંદિર તરફનો માર્ગ

વાહન વ્યવહાર બંધ કરતાં ડાયવર્ઝન પણ આપવામાં આવ્યાં

1 . ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો આશ્રમ રોડથી પાલડી તરફથી જમાલપુર બ્રીજ થઇને એસટી તરફ જઇ શકશે.
2. સાબરકાંઠા હિંમતનગરથી આવતા વાહનો એસટી સ્ટેન્ડ તરફ જતા વાહનો મેમ્કો, બાપુનગર, અજીત મિલ થઇને જઇ શકશે.
3. કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જવા માટે દીલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, ચોખા બજાર થઇને કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જઇ શકશે.

આ પણ વાંચો - નંદુરબાર રેલ્વે સ્ટેશન છે કે ડાન્સબાર? ગણેશોત્સવ દરમિયાન અશ્લીલ નૃત્ય

સાબરમતી નદીના પૂર્વ છેડે એટલે કે એલીસબ્રીજ અને નહેરુબ્રીજ નીચે તાજીયા ઠંડા કરવા માટે લોકો આવતા હોવાથી રિવરફ્રન્ટ પિકનીક હાઉસથી સરદારબ્રીજ તરફ તેમજ સરદારબ્રીજથી શાહીબાગ પિકનીક હાઉસ તરફનો રસ્તો નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 12મી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન હોવાથી તે દિવસે પણ કેટલાક રૂટ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે બપોરે 1 વાગ્યાથી ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ રૂટ આ પ્રમાણે છે.

1. ગીતામંદિરથી સરદારબ્રીજ થઇને પાલડી તરફ આવ જા કરી શકાશે નહીં.
2. ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તાથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન ઇન ગેટ તરફ આવ જા કરી શકાશે નહીં
3. રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલથી ખમાસા, એલીસબ્રીજથી ટાઉન હોલ તરફ આવ જા કરી શકાશે નહીં.

આ રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર બંધ કરતા કેટલાક વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશનથી કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઇને માણેકલાલ મીલ થઇને અપ્સરા સિનેમા થી દાણીલીમડા ચાર રસ્તા થઇને અંજલી ચાર રસ્તાથી આશ્રમ રોડ તરફ જઇ શકાશે.

પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
First published: September 8, 2019, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading