અમદાવાદ : સગીર ચાલકો સામે ડ્રાઇવ દરમિયાન પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ

News18 Gujarati
Updated: October 9, 2019, 3:32 PM IST
અમદાવાદ : સગીર ચાલકો સામે ડ્રાઇવ દરમિયાન પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
પ્રતિકાત્મક તસવીર

નવા મોટર વ્હીકલ એક્ટના અમલની જાહેરાત બાદ પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો ધ્યાનમાં આવી રહ્યા છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ટ્રાફિકના નિયમો અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે આજે મેગા ડ્રાઇવ યોજી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવી ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મેગા ડ્રાઇવ દરમિયાન વસ્રાપુરના હિમાલયા મોલ ચાર રસ્તા પાસે પોલીસ અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી.

વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસે મંજૂરી વગર જ તેમના બાઇકોની ચાવી લઈ લીધી હતી. એટલું જ નહીં પોલીસે તેમને ધક્કો માર્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે જાહેર રસ્તા પર જ તેમની બાઇકો પાર્ક કરી હતી. તેમની સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી. ટોઇંગ માટે આવેલા લોકો પણ પોલીસની બાઇકોને બાદ કરતા અન્ય બાઇકોને ટો કરી ગયા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે તેમને રૂ. બે હજારનો મેમો આપવાની ધમકી આપવમાં આવી હતી. પોલીસ સામાન્ય લોકો સાથે ભેદભાદ રાખતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો.

આ મામલે ટ્રાફિક પોલીસ અધિકારીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે, આજે સમગ્ર શહેરમાં સગીર વાહન ચાલકો સામે મેગા ડ્રાઇવ યોજાઇ રહી છે. અહીં વિદ્યાર્થીઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. તેઓ હેલ્મેટ પણ પહેરતા નથી. આથી તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.જો તેઓ સ્થળ પર મેમો નહીં ભરે તો તમામ બાઇકો ડિટેન કરાશે. કાયદા પ્રમાણે તમામ કાર્યવાહી કરાઇ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો ધ્યાનમાં આવી રહ્યા છે.

First published: October 9, 2019, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading