અમદાવાદ : કોરોનાનો કહેર વધતા (Coronavirus In Ahmedabad)રાજ્ય સરકાર (Gujarat Government)દ્વારા કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે કેટલાક નિયંત્રણો અમલમાં મૂક્યા છે. જોકે આ નિયંત્રણોનો અમલ કરાવતા પ્રજાના પોલીસ (Police)સાથેના ઘર્ષણ ફરી એક વખત શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આનંદ નગર પોલીસે (Anand Nagar police)બિલેશ્વર મહાદેવ રોડ પર હેલ્મેટ પહેર્યા વગર ડબલ સવારી જઈ રહેલા એક બુલેટ ચાલકને રોકીને લાયસન્સ સહિતના કાગળો માંગતા જ પાછળ બેઠેલા વ્યક્તિએ કહ્યું કે હું માયનોર છું, પોલીસ મારી સાથે બળજબરી કરે છે. મને મારે છે. વીડિયો ઉતારો અને વાયરલ કરો. આમ બૂમાબૂમ કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
આનંદ નગર પોલીસ સ્ટાફ આજે સાંજના સમયે લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ અને વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન બિલેશ્વર મહાદેવ રોડ પાસે એક બુલેટ ચાલક હેલ્મેટ પહેર્યા વગર ડબલ સવારીમાં નીકળતા પોલીસે તેને રોકીને તેની પાસે લાયસન્સ અને કાગળો માંગ્યા હતા. તેના ડોક્યૂમેન્ટ તરકશ એપ્લિકેશનથી વેરીફાઈ કરવાના હોવાથી તેને ડોક્યૂમેન્ટ રજૂ કરવા માટે કહ્યું હતું.
જોકે આ દરમિયાન બુલેટ ચાલક સાથે રહેલ અન્ય એક ઈસમે તેની પાસેનો મોબાઈલ ફોન કાઢીને જોર જોરથી બૂમો પાડી આસપાસમાં લોકોને ભેગા કરીને કહ્યું હતું કે હું માયનોર છું, પોલીસ મારી સાથે બળજબરી કરે છે. મને મારે છે. વીડિયો ઉતારો અને વાયરલ કરો. આમ પોલીસની ફરજ માં રૂકાવટ કરતા પોલીસે તેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
24 કલાકમાં કોરોનાના 6275 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસનો (Gujarat coronavirus update) કહેર દિવસેને દિવસે વધતો જાય છે. રવિવારે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા (covid-19 case update) 6275 કેસ નોંધાયા હતા. જ્યારે 1263 દર્દીઓ સાજા થયા હતા. ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 95.59 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો (omicron case update) એક પણ કેસ નોંધાયો નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર