Home /News /madhya-gujarat /

અમદાવાદ : ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનને શોધવા હવે ભટકવું નહીં પડે, તે ક્યાં છે આવી રીતે પડશે ખબર

અમદાવાદ : ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનને શોધવા હવે ભટકવું નહીં પડે, તે ક્યાં છે આવી રીતે પડશે ખબર

તમને ખ્યાલ આવી જશે કે તમારું વાહન ક્યાં છે. જેથી ત્યાં જઈને લોકો વાહન મેળવી શકશે (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Police - વાહન ટોઇંગ થયા પછી વાહન ચાલકો મુશ્કેલીમાં આવી જતા હોય છે પરંતુ શહેર પોલીસ વાહન ચાલકો માટે એક ઉપાય શોધી લાવી છે

અમદાવાદ : તમારા વાહનને ટ્રાફિક પોલીસ (Traffic police)ટોઇંગ કરીને લઈ ગયા છે અને તમને ખ્યાલ નથી આવી રહ્યો કે ક્યાં લઇ ગયા હશે. કઈ રીતે ખબર પડશે કે તમારું વાહન ક્યાં છે. તો અમે તમને આજે આ વિશે જણાવી રહ્યા છીએ. વાહન ટોઇંગ (Vehicle towing)થયા પછી વાહન ચાલકો મુશ્કેલીમાં આવી જતા હોય છે પરંતુ શહેર પોલીસે (Ahmedabad Police)તર્કશ નામની એક એપ્લિકેશન (tarkash application)બનાવીને વાહન ચાલકો માટે એક ઉપાય શોધી લાવી છે.

અમદાવાદ શહેર (Ahmedabad)હોય કે પછી અન્ય કોઈ શહેર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની (Traffic)છે અને જે રીતે વાહનોની સંખ્યા વધી રહી તેની સાથે-સાથે ટ્રાફિક પોલીસના કામ ઉપર ભારણ પણ આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં મુકવામાં આવતા વાહનોને ટો કરીને લઈ જવામાં આવતા હોય છે ત્યારે વાહન ચાલકોને તકલીફ પડતી હોય છે કે તેમના વાહનો ક્યાં છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે અને જેમાં તમને ખ્યાલ આવી જશે કે તમારું વાહન ક્યાં છે. જેથી ત્યાં જઈને લોકો વાહન મેળવી શકશે.

આ પણ વાંચો - ગાંધીનગરના આ ગામે સરકારી યોજનાને બદલે સ્વભંડોળથી કરી ગામની કાયા પલટ, આવી છે આધુનિક સુવિધાઓ

મહત્વનું છે કે આ એપ્લિકેશન 3000 ટ્રાફિક પોલીસ કર્મીઓની હાજરી પણ લેશે અને સાથે સાથે તેના અનેક ફાયદા પણ સામે આવી રહ્યા છે. આ એપ્લિકેશનથી પેપર લેસ કામ થઈ જશે. કોઈ પણ નોકરી માટે noc માટે એપ્લિકેશન પરથી જાણી શકાશે કે જે તે વ્યક્તિ સામે કોઈ ગુનો છે કે નહીં. મુદ્દામાલની માહિતી, સમન્સ અને વૉરેન્ટની બજવણી કોને કરી તે તમામ પ્રકારની માહિતી મળી શકશે.

આ પણ વાંચો - આ ગુજરાતી પરિવારે છપાવી અનોખી કંકોત્રી, તમે પણ કરશો તેની પ્રશંસા

ટ્રાફિકની માહિતી મળી રહેશે. પોલીસનો બંદોબસ્ત પણ ઓનલાઈન આપવામાં આવશે. નોંધનીય છે કે આ સિવાય અન્ય ફાયદો થશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે લોકો માટે અને ખાતા માટે કેટલું સફળ થાય છે તે સમય બતાવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, અમદાવાદ, ટ્રાફિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन