અમદાવાદ : હોટલનો કર્મી પોલીસનું સ્ટિંગ કરવા ગયો, ઝડપાયા બાદ થયું એવું કે જાણીને ચોંકી જશો


Updated: March 7, 2020, 11:57 AM IST
અમદાવાદ : હોટલનો કર્મી પોલીસનું સ્ટિંગ કરવા ગયો, ઝડપાયા બાદ થયું એવું કે જાણીને ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર

પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસે બે લોકો સામે જ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

  • Share this:
અમદાવાદ : સોલા પોલીસને (Sola police) કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે સગીરાને કોઇ ભગાડી ગયું છે. જેથી શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ (Police inquiry) હાથ ધરી હતી. ત્યારે હોટલના એક કર્મચારીને બોલાવીને તેની પૂછપરછ કરતી પોલીસનો વીડિયો ઉતારતા પોલીસે તેને રેકોર્ડીંગ બંધ કરવાનું કહ્યું હતું. પણ પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસે બે લોકો સામે જ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગઇકાલે સોલા પોલીસ સ્ટેશનનાં  પીએસઆઇ એમ. જે. હુણ અને તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે 16 વર્ષની સગીરાનાં પિતાએ કંટ્રોલરૂમમાં ફોન કરી તેમની પુત્રીને કોઇ ભગાડી ગયુ છે તેવો મેસેજ આપ્યો હતો. જે બાદ સોલા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : સેલવાસમાંથી ધો.11નો વિદ્યાર્થી ગુમ, દરેક નોટબૂક પાછળ આતંકી સંગઠનોનાં નામ લખેલા મળ્યાં

પોલીસે ફોન કરનાર પિતાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, રિનિસન્સ હોટલનો કર્મચારી સુજીત મહેતાનો મિત્ર તેમની પુત્રીને ભગાડી લઇ ગયો છે. સુજીતની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેણે શર્ટના ઉપરના ખિસ્સામાં મોબાઇલ ફોન રાખ્યો હતો. તે શર્ટનાં ખિસ્સામાં ફોન રાખી પોલીસ પૂછપરછ કરે તેનું રેકોર્ડીંગ કરતો હતો. પોલીસે તેને ફોન બંધ કરવાનું કહેતા ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો : Women's day : આ ગુજરાતણે અત્યાર સુધી સવા લાખથી વધુ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી

બાદમાં આ મામલો ઉગ્ર બન્યો હતો અને સુજીતે જણાવ્યું કે, તેની હોટલનાં મેનેજર અનિલકુમાર રવિદાસે પોલીસ પૂછપરછ કરે તેનું રેકોર્ડીંગ કરવાનું કહેતા તે રેકોર્ડીંગ કરતો હતો. જેથી પોલીસે (Ahmedabad police) સુજીત અને અનિલકુમાર સામે ગુનો નોંધી સુજીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આ વીડિયો પણ જુઓ : 
First published: March 7, 2020, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading