અમદાવાદ : 31 ડિસેમ્બરે રાત્રે બહાર નીકળતા પહેલા ચેતજો, આવી છે પોલીસની તૈયારી

અમદાવાદ : 31 ડિસેમ્બરે રાત્રે બહાર નીકળતા પહેલા ચેતજો, આવી છે પોલીસની તૈયારી
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની 31 તારીખે રાત્રીના 12 વાગ્યે શહેરીજનો નવા વર્ષને આવકારતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના પગલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે નહીં

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં નવા વર્ષ 2021ની તમામ પ્રકારની ઉજવણી ઉપર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની 31 તારીખે રાત્રીના 12 વાગ્યે શહેરીજનો નવા વર્ષને આવકારતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના પગલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે નહીં. તદુપરાંત શહેરમાં રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યૂના કડક અમલવારી શહેર પોલીસ કરાવશે.

સામાન્ય વર્ષોમાં 31 ડિસેમ્બરની ઉજવણી લોકો ખુબ જ હર્ષોઉલ્લાસ સાથે કરતા હોય છે પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાને જોતા શહેર પોલીસે તમામ નવા વર્ષ દરમ્યાન યોજાનારા ડીજે પાર્ટી તથા અન્ય તમામ પ્રકારના સેલિબ્રેશન ઉપર રોક લગાવી દીધી છે. એસજી હાઇવે ઉપર આવેલા તમામ પાર્ટીપ્લોટ તથા આયોજકો સાથે પોલીસે બેઠક યોજીને જાણ પણ કરી દીધી છે કે આ વર્ષે કોઈ પણ પ્રકારની પાર્ટી કે સેલિબ્રેશનના આયોજન કરવામાં આવશે નહીં. જો નિયમોનું ઉલ્લઘંન થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી જાણ પણ પોલીસ વિભાગ દ્વારા કરાઈ છે.આ પણ વાંચો - અમદાવાદ : કુતરા પર એકટીવા ચડાવવાનો પ્રયાસ, માનવતાની હદ વટાવી દેતી ઘટના સીસીટીવીમાં કેદ

પોલીસ વિભાગ તરફથી પણ વધારાનો પોલીસ સ્ટાફ અમદાવાદ શહેરમાં તૈનાત કરી દેવામાં આવશે. શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી કરાશે નહીં. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરના રોજ દારૂ પીને છાટકા બનીને ફરનારના નબીરાઓને અત્યાર સુધી બ્રેથએનેલાઇઝર વડે ચેક કરવામાં આવતા હતા. પરંતુ કોરોના વાયરસના લીધે આ વખતે પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓને સીધા જ મેડિકલ માટે મોકલી આપવામાં આવશે. જો દારૂ અથવા કોઈપણ નશીલા પદાર્થનું સેવન કરેલું હશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. કોરોનાને લઈ આ વખતે પોલીસ વધુ કડક હાથે કાર્યવાહી કરશે. આ વખતે બંદોબસ્તમાં 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 100 પીએસઆઇ અને 3500 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રેહશે. રાત્રે 9 વાગ્યા બાદ ઝડપાયેલા તમામનુ મેડીકલ પરિક્ષણ કરવામા આવશે. પોલીસ ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકીંગ કરશે. દિવસ દરમિયાન પણ જે જાહેરનામા હશે તે પ્રમાણે પાલન કરવું પડશે અને જો વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અમદાવાદના 28 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં તપાસ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:December 30, 2020, 16:12 pm