Home /News /madhya-gujarat /અમદાવાદ: "જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ" - બોગસ તરીકે ઓળખાતા અધિકારીની બેઇમાની ચર્ચામાં

અમદાવાદ: "જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ" - બોગસ તરીકે ઓળખાતા અધિકારીની બેઇમાની ચર્ચામાં

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)

Ahmedabad News: સ્થાનિક પોલીસને સસ્પેન્ડ કરવાની સજા અને આરોપીઓનો સાથ આપનારને મલાઈદાર પોસ્ટિંગથી નારાજગી.

અમદાવાદ: એક આઇપીએસે એક અધિકારીને મલાઈ દાર પોસ્ટિંગ આપ્યું તે સારી બાબત છે પણ જે અધિકારી ગુનેગારોની નજીક રહીને બેઇમાની કરતો હોય તેને જ જો આઇપીએસ (IPS) પોતાની પાસે લઈ જાય તે વાત ખોટી છે - આવી ચર્ચાઓ હાલ પોલીસ બેડામાં  (Ahmedabad Police) થઈ રહી છે. એક અધિકારી જેનું નામ શહેરમાં બનેલી તાજેતરની બે મોટી ઘટનામાં ઉછળ્યું હતું તેને સાઈડમાં મૂકી મામલો શાંત થતા હવે આઇપીએસે પોતાના આશીર્વાદ આપી પોતાના જ ખોળામાં બેસાડવા લઈ ગયા હોવાની ચર્ચા ચાલી છે. એક ઘટનામાં જે અધિકારીઓ અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરાઈ તે જ ઘટનામાં આરોપીઓની નજીક રહેનાર ને ગાંધીનગર લઈ જવાતા પોલીસ વિભાગમાં નારાજગી જોવા મળી છે. હદ તો ત્યાં થઈ કે. ગાંધીનગર ગયેલા આ અધિકારીએ જ્યાં ફરજ બજાવી ત્યાં જ એક જ ધડાકે આઇપીએસના ચમચા બની પોસ્ટિંગ મેળવી રેડ કરી અને કાર્યવાહીના નામે વાહ વાહી મેળવી. પણ શહેરના પોલીસ વિભાગમાં આ કાર્યવાહીને લઈને જીસ થાલી કે ખાયા ઉસી મેં છેદ કહેવતને અનુરૂપ ઘટના ગણાવી રહ્યા છે.

શહેરના કોઈ મોટા બુટલેગર કે જુગારના અડ્ડા ચલાવનાર ને જે અધિકારી સાથે સાંઠગાંઠ હતી તે અધિકારી આજ કાલ આઇપીએસના દમ પર હવામાં આવી ગયા છે. મહત્વની કહેવાતી એજન્સીમાં સ્થાન તો મેળવી લીધું પણ જેમ તેઓએ અગાઉની નોકરીમાં બેઇમાની કરી તે જ રીતે હવે એજન્સીમાં જઈને પણ બેઇમાનીનો ધંધો શરૂ કરી દીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક એજન્સીએ રેડ કરી. સામાન્ય રીતે  એજન્સી દ્વારા મોટી રેડ થાય તો સ્થાનિક પોલીસ પર ઇન્કવારી થતી હોય છે. પણ આ કેસમાં પોલીસબેડાની ચર્ચા મુજબ અલગ જ ચિત્ર સામે આવ્યું છે. ચર્ચા મુજબ આ જ વિસ્તારમાં સાઈડ પોસ્ટિંગ પર રહીને કાળા કામ કરનારની ઓળખ ધરાવનાર અધિકારીએ જ ત્યાં રેડ કરાવી નવા પોસ્ટિંગમાં પોતાની હાજરી પુરાવી વાહવાહી મેળવી છે. આવી ચર્ચાઓ ચાલતા પોલીસ બેડામાં નારાજગી પણ જોવા મળી છે.

 આ પણ વાંચો- ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, 'અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે'

આટલું જ નહીં, આ અધિકારી શહેરમાંથી જતા પોલીસ બેડામાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ તેમના કામથી હવે ગાંધીનગરની આ એજન્સીની છબી ખરડાય તો નવાઈ નહિ. અગાઉ શહેરમાં આ અધિકારી ફરજ બજાવતા હતા ત્યારે કોરોના કાળમાં તેઓએ અનેક લોકોની મદદ લેવાના નામે પોતાના ખિસ્સા પણ ભર્યા હોવાની ચર્ચા છે. ત્યારે હવે કોઈ જ ચિંતા કર્યા વગર ગાંધીનગરમાં બેસતા કેટલાક અધિકારી આ અધિકારીને સાચવીને કમાઉ દીકરાની જેમ સાચવશે કે, લાત મારીને ભગાવશે તે સવાલ પણ પોલીસબેડામાં કેટલાક લોકોને થઈ રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन