અમદાવાદ : સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર, વધુ 123 એકાઉન્ટને ફ્રીઝ કર્યા


Updated: April 11, 2020, 6:12 PM IST
અમદાવાદ : સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર, વધુ 123 એકાઉન્ટને ફ્રીઝ કર્યા
પ્રતિકાત્મક તસવીર

સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વધુ 2 ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસને લઈ દેશભરમાં તેની સામે લડત લડી રહ્યાં છે અને કઈ રીતે કોરોના સામે જંગ જીતી શકીએ તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યાં છે. સોશ્યિલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયામાં વધુ 123 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વધુ 2 ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે લોકોની ડિમાન્ડને લઈ શહેર પોલીસ દ્વારા એક whatsapp નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર 6359627500 છે. જેમાં લોકો પોલીસની મદદ પણ કરી શકશે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતો હોય તેવા લોકો ના વીડિયો મોકલી શકશે.

આ પણ વાંચો - અમદાવાદ : એએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય, કોવિડ કેર સેન્ટર અને મેડિકલ સેન્ટર ઉભું કરાશે

નોંધનીય છે કે આ મોબાઈલ નંબર 24 કલાક કાર્યરત હશે અને જે માટે કંટ્રોલ રૂમ માં 8-8 કલાક માટે 3 શિફ્ટમાં પોલીસ કર્મચારી મુકવામાં આવશે. સાથો સાથ પોલીસે એવા લોકોને પણ સૂચના કરી છે કે જે લોકો પાસે ડ્રોન હોય તે લોકો પોલીસનો સંપર્ક કરે અને જેથી તે ડ્રોનથી વધુ કાર્યવાહી કરી શકાય. હાલ તો જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે તે જોતા પોલીસે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.
First published: April 11, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading