અમદાવાદ : પોલીસનો વીડિયો ઉતારી ધમકી આપનાર સામે ફરિયાદ

News18 Gujarati
Updated: July 30, 2019, 8:25 AM IST
અમદાવાદ : પોલીસનો વીડિયો ઉતારી ધમકી આપનાર સામે ફરિયાદ
ઓટોમેટિક રિપ્લાય તમારો સ્માર્ટફોન તમે ગાડી ચલાવો છે તે ડિટેક્ટ કરી સકે છે. આ માટે આઇફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બ સેટિંગમાં જઇને કરી શકો છો. એન્ડ્રોઇડ યુઝર્સ Android Auto એપ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરીને આ સેવાનો લાભ લઇ શકો છો. જેમાં તમારી સેટિંગમાં જઇ ગાડી ચલાવતી વખતે Auto-Lauch ઓન કરવાનું રહેશે.

પોલીસે આ કેસમાં યુવકની ગેરકાયદે રીતે વીડિયો અને ઓડિયો બનાવી ખોટી ધમકી આપવા મામલે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

  • Share this:
હર્મેશ સુખડિયા : સામાન્ય રીતે કોઇ પણ બનાવ બને ત્યારે પોલીસ સરકારી ફોટોગ્રાફરની મદદ લેતી હોય છે, પરંતુ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક યુવકે વીડિયગ્રાફી કરતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે યુવક સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ઘોડાસરમાં રહેતા નરેન્દ્ર ત્રિવેદી નામના વ્યક્તિ ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા હતા. મકાન ભાડે આપવાના રજીસ્ટ્રેશનના કામે તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. નરેન્દ્ર ત્રિવેદી પોલીસ સ્ટેશન ખાતે પીએસઓ ટેબલ પર ગયા ત્યારે આ બાબતે વાત કરી હતી, આ સમયે પોલીસે તેમની પાસેથી ભાડા કરાર માંગ્યો હતો.

જોકે, મકાન માલિક તેમની પત્ની હોવાથી પોલીસે તેમને તેમની પત્નીની હાજરીમાં મકાન ભાડાનું રજીસ્ટ્રેશન કરવાની વાત કરી હતી. પોલીસની આવી વાત બાદ નરેન્દ્રએ અચાનક ફોન કાઢી જાણે કે સ્ટિંગ કરતો હોય તેમ પોલીસનો ગેરકાયદે વીડિયો ઉતારી લીધો હતો. જે બાદમાં ઓડિયો રેકોર્ડિંગ કરી પોલીસને ધમકી આપી હતી કે તમામ વાતો મોબાઇલ ફોનમાં રેકોર્ડ થઇ ગઇ છે, આ વાત તે વાયરલ કરી દેશે.

પોલીસે આ કેસમાં નરેન્દ્રએ ગેરકાયદે રીતે વીડિયો અને ઓડિયો બનાવી ખોટી ધમકી આપવા મામલે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
First published: July 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading