અમદાવાદ : વાહન ટોઈંગ કરવાનું ભારે પડ્યું, પોલીસ કર્મચારી સહિત ચારની ધરપકડ


Updated: January 20, 2020, 5:50 PM IST
અમદાવાદ : વાહન ટોઈંગ કરવાનું ભારે પડ્યું, પોલીસ કર્મચારી સહિત ચારની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

ACBને માહિતી મળી હતી કે RTO સર્કલ પર વાહન ચાલકો પાસેથી વગર મૅમોએ રૂપિયા લેવામાં આવે છે. આથી એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં લોકો માટે વાહન ટોઈંગ માથાનો દુ:ખાવો બની ગયું છે. ત્યારે અમદાવાદમાં વાહન ટોઈંગ કરવાનું એક પોલીસ કર્મચારીને ભારે પડી ગયું છે. RTO સર્કલ પાસે ટોઈંગ વાન દ્વારા એક વાહન ટોઈંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં વાહન ટોઈંગના રૂપિયા ચૂકવવા માટે વાહનચાલક ગયો હતો. આ સમયે પોલીસકર્મી મૅમો આપ્યા વગર વાહન છોડવા માટે રાજી થઈ ગયો હતો. આ જ સમયે એન્ટી કરપ્શન બ્યૂરોએ તેને અને અન્ય ત્રણ લોકોને રંગેહાથ પકડી લીધાં હતાં.

આ દરમિયાન વાહન ચાલકે વગર મૅમોએ પોલીસકર્મીને રૂપિયા ચુકવવાની વાત કરી હતી. આ માટે પોલીસકર્મી તૈયાર પણ થઈ ગયો હતો. જોકે, પોલીસકર્મીને ખ્યાલ ન હતો કે વાહન ચાલક સાથે ACB પણ હાજર છે. વાહન ટોઇંગની પતાવટ માટે 300 રૂપિયા આપવાની વાત થઈ હતી.

એટલે કે પોલીસકર્મી 300 રૂપિયામાં વાહન છોડવા માટે રાજી થઈ ગયા હતા. જે બાદમાં વાહન ચાલકે રૂપિયા આપતા ચાર કર્મચારી રંગેહાથ લાંચ લેતા ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે ACBને માહિતી મળી હતી કે RTO સર્કલ પર વાહન ચાલકો પાસેથી વગર મૅમોએ રૂપિયા લેવામાં આવે છે. આથી એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી.

આ માટે એક વાહન ચાલકનું વાહન પકડાયું હતું ત્યારે ACB ત્યાં હાજર હતી. આ સમયે આરોપી પોલીસકર્મી ઉક્કડ વસાવાની સહમતીથી વગર મૅમોએ મેહુલ ગોહેલ રૂપિયા લેવા માની ગયો હતો. મેહુલ ગોહેલે અલ્તાફ સંધી અને સલીમ પઠાણને રૂપિયા લેવા માટે કહ્યું હતું. બંને રૂપિયા લઈ રહ્યાં હતાં તયારે એસીબીએ ચારેય લોકોને ઝડપી પાડ્યાં હતા, તેમજ તેમની પાસેથી રકમ કબજે લીધી હતી. નોંધનીય છે કે લોકો પણ ટોઈંગ વાનથી કંટાળી ગયા છે. આ મામલે અવારનવાર ઘર્ષણ થતા નજરે પડે છે.
First published: January 20, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading