અમદાવાદ : લૉકડાઉનમાં 'ઓટલા પરિષદ' કરી ગપ્પા મારવા ભારે પડ્યાં, 8 મહિલા સામે ફરિયાદ

અમદાવાદ : લૉકડાઉનમાં 'ઓટલા પરિષદ' કરી ગપ્પા મારવા ભારે પડ્યાં, 8 મહિલા સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

કેટલાક લોકો સોસાયટીમાં કારણ વગર એકઠા થઈને ગપ્પા મારતા હોવાની માહિતી બાદ વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી કરી.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection)સામે સમગ્ર વિશ્વ લડત આપી રહ્યું છે. હવે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. ભારતમાં પણ કોરોના વાયરસના અનેક કેસ પોઝિટિવ (Coronavirus Positive Cases)આવતા સમગ્ર દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન (21 Days Lockdown) જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, હજી પણ અનેક નાગરિકો એવા છે કે જે કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) 'ઓટલા પરિષદ' કરનારી આઠ મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

લૉકડાઉન વચ્ચે પણ અનેક લોકો સોસાયટી કે ફ્લેટમાં જ ટોળા વળીને ગપ્પા મારતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પોલીસ આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. રવિવારે વસ્ત્રાપુર પોલીસને મેસેજ મળ્યો હતો કે ગુરુકુળ રોડ પર આવેલા સકંબા ટાવરમાં 10 થી 15 લોકોનું ટોળું ભેગું થયું છે. જેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.સ્થળ પર ગયા બાદ પોલીસને માલુમ પડ્યું હતું કે અહીં મહિલાઓ કોઈ જ કામ વગર ગપાટા મારવા એકઠી થઈ હતી. આથી પોલીસ આઠ મહિલાઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઉપરાંત ગલી અને શેરીમાં ટાઈમપાસ માટે એકઠા થતા લોકો સામે તવાઈ બોલાવવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. ડ્રોનની મદદથી ગલી કે શેરીઓમાં એકઠા થતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોસાયટીઓમાં ક્રિકેટ રમતા લોકોને પણ પોલીસ પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.
Published by:News18 Gujarati
First published:March 30, 2020, 13:44 pm

ટૉપ ન્યૂઝ