Home /News /madhya-gujarat /

અમદાવાદ: એક કેદીની હોસ્પિટલમાંથી રફૂચક્કર થવાની કોશિસ થઈ નિષ્ફળ

અમદાવાદ: એક કેદીની હોસ્પિટલમાંથી રફૂચક્કર થવાની કોશિસ થઈ નિષ્ફળ

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરીનો મામલો પોલીસ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે ત્યાં ફરી એક વખત સોલા સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. જ્યાં એક આરોપી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પોલીસ કર્મચારીને એક્સરે રૂમ માં બંધ કરી ફરાર થવાની કોશિશ કરી. ગત રાત્રે રોહિત ચૌહાણ નામના એક આરોપીને પોલીસ દ્વારા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. પરંતુ ઘાયલ હોવા છતાં આરોપી પોલીસ કર્મચારીને એક્સરે રૂમ માં બંધ કરી ફરાર થઇ ગયો. તત્કાલિક અસર થી પોલીસ દોડતી થઇ ગઈ. અને આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી પરંતુ આરોપીને પોલીસ દ્વારા નહિ પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ કર્મચારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. આરોપી 10માં માળે બાથરૂમ માં સંતાઈ ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે, ગત મહિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં પોલીસ એક કેદીને સારવાર માટે લવાયો હતો. જોકે, કેદીએ પોતાની હોશિયારી વાપરીને પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કેદીને છાતીમાં દુઃખાવાની ફરિયાદ હોવાથી તેને યુએન મહેતામાં લાવવામાં આવ્યો હતો.

    આ પહેલા કલોલ શહેર પોલીસના એ.એસ.આઈ ગત 22 માર્ચના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મુદ્દત ભરવા કાચા કામના ત્રણ કેદીને કલોલની કોર્ટમાં લાવ્યા હતા. જયાં કાર્યવાહી પતી ગયા બાદ એક કેદી લઘુશંકા કરવા કોર્ટના શૌચાલયમાં ગયો હતો તેની સાથે એ.એસ.આઈ પણ ગયા હતા. અને બહાર આવ્યા બાદ કેદી તક જોઈને કોર્ટનો વરંડો ઠેકી ભાગી ગયો હતો. કેદી પોલીસ જાપ્તમાંથી ભાગી છૂટતા ભારે દોડધામ મચી ગઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Escape, Failed, Police custody, અમદાવાદ, કેદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन