કોન્સ્ટેબલનો ભભૂક્યો ગુસ્સો, 'રજા કેમ કેન્સલ કરી, હું મારા મનનો માલિક છું'

News18 Gujarati
Updated: March 10, 2019, 12:58 PM IST
કોન્સ્ટેબલનો ભભૂક્યો ગુસ્સો, 'રજા કેમ કેન્સલ કરી, હું મારા મનનો માલિક છું'
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ચોપડા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતનાં નેતાઓ અમદાવાદમાં આવવાના હોવાથી પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતનાં નેતાઓ અમદાવાદમાં આવવાના હોવાથી પોલીસ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે એક કોન્સ્ટેબલની રજા કેન્સલ કરવામાં આવતા તેનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સામાં કોન્સ્ટેબલે અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો. તેણે ગુસ્સામાં કહ્યું હતું કે મારી રજા કેમ કેન્સલ કરી. હુ મારા મનની મરજીનો માલિક છું થાય તે કરી લે જો તેમ.

આ સાંભળીને અધિકારીએ પણ પાઠ ભણાવવા કોન્સ્ટેબલ સામે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. અમદાવાદમાં તા. 12ના રોજ કોગ્રેસની અધિવેશનમાં દિગ્ગજ નેતાઓ આવવાની હોવાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Social Media Trending: ભાજપની સરકારમાં મંત્રી થવું હોય તો કોંગ્રેસનાં ધારાસભ્ય બનવું પડે

આ સુરક્ષાને તા. 11ના રોજથી એરપોર્ટથી સભા સ્થળ સુધી પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એક કોન્સ્ટેબલની રજા કેન્સલ કરતા તેઓ અધિકારી સામે રોષે ભરાયા હતા. મારી રજા કેમ કેન્સલ કરી કહીને અધિકારી પાસે જવાબ માંગતા હતા જેથી અધિકારીએ પણ તેમને પાઠ ભણાવવા માટે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.
First published: March 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading