Home /News /madhya-gujarat /

અમદાવાદ: પોલીસ કમિશ્નરનું જાહેરનામું, સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન નહી કરી શકાય

અમદાવાદ: પોલીસ કમિશ્નરનું જાહેરનામું, સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન નહી કરી શકાય

શહેરીજનોએ મોટી મૂર્તિઓનું વિસર્જન 100 ફૂટના બનાવેલા સાત મોટા કુંડમાંજ વિસર્જન કરવું પડશે

શહેરીજનોએ મોટી મૂર્તિઓનું વિસર્જન 100 ફૂટના બનાવેલા સાત મોટા કુંડમાંજ વિસર્જન કરવું પડશે

    અમદાવાદ સહિત દેશભરમાં ગણેશ ચતુર્થી બાદ ગણેશ ભગવાનની ઠેર ઠેર મુર્તીની સ્થાપના કરવામાં આવી છે. દરેક લોકો પોતાની માનતા અનુસાર એક દિવસ, પાંચ દિવસ, દસ દિવસ મૂર્તીની સ્થાપના કરી ગણેશજીનું વિસર્જન કરતા હોય છે.

    જેને પગલે નદીમાં ગંદકી અને પ્રદુષણ ના ફેલાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેર નામુ બહાર પાડ્યું છે કે, સાબરમતી નદીમાં ગણેશજીની મૂર્તીનું વિસર્જન કરવામાં ન આવે.

    પ્રાપ્ત માહતિ અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ગણેશ વિસર્જનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ગણેશજીની મૂર્તિ હવે સાબરમતી નદીમાં વિસર્જન કરી નહીં શકાય. રિવરફ્રન્ટમાં 7 મોટા કુંડ બનાવવા આવ્યા છે, જેમાં મોટી મૂર્તિનું વિસર્જન કરી શકાશે.

    આ ઉપરાંત 13 નાના કુંડ રિવરફ્રન્ટની બંને બાજુએ બનાવામાં આવ્યા છે, જેની સાઇઝ 15 ફુટની છે. આમ શહેરીજનોએ મોટી મૂર્તિઓનું વિસર્જન 100 ફૂટના બનાવેલા સાત મોટા કુંડમાંજ વિસર્જન કરવું પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ganesha dissolved, Police Commissioner's notification, Sabarmati river, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन