Home /News /madhya-gujarat /

અમદાવાદ : જનતા કર્ફ્યૂ બાદ 'કોરોના રેલી' કાઢનારા 40 લોકો સામે પોલીસ કેસ, 4થી વધુ લોકો એકઠા થયા તો કાર્યવાહી થશે

અમદાવાદ : જનતા કર્ફ્યૂ બાદ 'કોરોના રેલી' કાઢનારા 40 લોકો સામે પોલીસ કેસ, 4થી વધુ લોકો એકઠા થયા તો કાર્યવાહી થશે

પોલીસ કમિશનરને કહ્યું કે લોકડાઉન લંબાઈ શકે છે.

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાને શહેરીજનોને અપીલ, ટોળું વળશે તો પોલીસ કેસ કરવાની ફરજ પડશે, શહેરમાં ઓલા-ઉબેર બંધ, લોકડાઉનનો કડકાઈથી અમલ થશે

    અમદાવાદ : વિશ્વમાં ફેલાયેલા કોરોનાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કર્ફ્યૂમાં ભાગ લેવા અપીલ કરી હતી.આ કર્ફ્યૂ બાદ કોરોના સામે લડી રહેલા યોદ્ધાઓ માટે શહેરના તમામ લોકોએ તાળી વગાડી, થાળી-વેલણ અથવા ઘંટનાદ કર્યો હતો. પરંતુ શહેરનાં ખાડીયા વિસ્તારમાં અનેક લોકોનું ટોળું બહાર આવી ગયું હતું અને ગરબા રમવા લાગવા હતા. ત્યારે આ મામલે ખાડીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું કે ખાડીયા વિસ્તારમાં 'કોરોના રેલી' કાઢનારા 40 જેટલા લોકો સામે ખાડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં 144ની કલમ લાગુ છે અને તેનો કડકાઈથી અમલ થશે. શહેરમાં ચારથી વધુ એકઠા થનારા લોકો સામે કાર્યવાહી થશે

    પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, ' ચારથી વધુ લોકો એકઠાં થશે તો કાયદાકીય કાર્યવાહી થશે. ગઈકાલે અતી ઉત્સાહના લીધે ખાડીયાના બનાવો સામે ગુના દાખલ કર્યા છે. આજે રાવલ શેરી, ભાવની પોળ, પરબડીની પોળના લોકો વિરુદ્ધ નામજોગ ગુના દાખલ કર્યા છે. લોકો લોકડાઉનમાં કામ સિવાય ન નીકળે. શહેરમાં ટોળું એકઠું ન થાય તેની વિનંતી છે.

    આ પણ વાંચો : ઇમરજન્સી સિવાય બહાર નીકળવું જ નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે : વિજય રૂપાણી

    ઓલા-ઉબર, ખાનગી ટેક્સી બસો પર પ્રતિબંધ

    વાહન વ્યવહાર વિભાગના ટ્રાન્સપોર્ટેશનના પરિપત્ર મુજબ રાજ્યમાં અને આંતરરાજ્ય વાહનવ્યવહાર પર કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ છે. આ વાહનોમાં કોમર્શિયલ ઓલા-ઉબેર, મેક્સી, ટેક્સી પર બેન છે. લોકો 104,100, 155303 નંબર ફોન કરી લોકડાઉન અને બીમારીને લગતી માહિતી મેળવી શકશે.

    વિદેશયાત્રાથી આવેલા લોકો 14 દિવસ ક્વૉરન્ટીનમાં રહે

    પોલીસ કમિશનર ભાટીયાએ કહ્યું કે જે લોકો વિદેશથી આવ્યા છે એ લોકો મહેરબાની કરી અને ઘરમાં રહે નહીતર કાયદેસરની કાર્યવાહી થશે. જો આ લોકો ક્વૉરન્ટીનનો નિયમ ભંગ કરશે તો પોલીસ તેમના સામે કેસ થશે. અમદાવાદમાં 3 લોકો સામે કેસ થઈ છે. પોલીસ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોના ઘરે જશે અને તપાસ કરશે જો બહાર નીકળેલા માલુમ પડ્યા તો કાર્યવાહી થશે.

    આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાને કારણે લૉકડાઉન : જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ

    જનતા કર્ફ્યૂ પ્રયોગ હતો, લંબાવાની માનસિક તૈયારી રાખો

    કમિશનર ભાટીયાએ ઉમેર્યુ કે જનતા કર્ફ્યૂ અને આંશિક લોક-ડાઉન એક પ્રયોગ હતો જે લંબાઈ શકે છે એટલે લોકો માનસિક રીતે ઘરમાં રહેવા તૈયાર રહે. સીઆરપીસી 144ની કલમ હેઠળ 4થી વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી થશે. જીવન જરૂરિયાત સિવાયની તમામ ચીજોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, Janta Curfew, Police Commissioner

    આગામી સમાચાર