અમદાવાદ: માસ્ક ન પહેરવા બદલ લોકોએ 18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો, આટલી રકમમાં કેટલા માસ્ક આવી જાય?

અમદાવાદ: માસ્ક ન પહેરવા બદલ લોકોએ 18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો, આટલી રકમમાં કેટલા માસ્ક આવી જાય?
છેલ્લા અઠવાડિયામાં પોલીસે બે કરોડનો દંડ વસૂલ્યો.

Ahmedabad no mask fine: એક જ અઠવાડિયામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી બે કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો.

  • Share this:
અમદાવાદ: શહેરમાં જ્યારથી કોરોના (Coronavirus Cases)ના પ્રકોપની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી અનેક લોકો કોરોનાનાં ભોગ બન્યા છે. અનેક લોકોનાં કોરોનાથી મોત પણ નિપજ્યા છે. છતાં શહેરમાં લોકો માસ્ક (Mask) પહેરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. માસ્ક ન પહેરનાર સામે અત્યાર સુધીમાં 18 કરોડનો દંડ વસૂલવમાં આવ્યો છે. જ્યારે તાજેતરના એક જ સપ્તાહમાં દંડનો આંકડો બે કરોડ રૂપિયાને આંબી ગયો છે.

અમદાવાદમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રિ કર્ફ્યૂ ચાલુ છે. પોલીસ હાલ ખડેપગે કામગીરી કરી રહી છે. કમનસીબે હવે પોલીસકર્મીઓ સંક્રમિત થયાના કેસ પણ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી18 કરોડ રૂપિયાથી વધારે દંડ વસૂલ્યો છે.



આ પણ વાંચો:  મોરબીના યુવાનો લલના સાથે રાત વિતાવવાના ચક્કરમાં એવા તે ફસાયા કે લેવી પડી પોલીસની મદદ

24 માર્ચથી અત્યાર સુધી પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચ 14 ડિસેબર સુધી પોલીસે જાહેરનામા ભંગના કુલ 35,745 કેસો કર્યા છે. તેની સામે કુલ 44,667 ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે માસ્ક ન પહેરવા બદલ કુલ 3.13 લાખ કેસો પોલીસે કર્યા છે. આ બદલ કુલ 18 કરોડ 41લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યા છે. જોકે, પોલીસની આકરી કાર્યવાહી છતાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. પોલીસ આવા લોકો સામે કડક હાથે કામ લઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: એક તરફી પ્રેમનો કરુંણ અંજામ, એકને મળ્યું મોત, બીજો જેલના સળિયા પાછળ

કોરોનાની ઝપટમાં પોલીસ પણ બાકાત રહી નથી. અત્યાર સુધી કુલ 1,423 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 1,061 પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. દુઃખદ વાત છે કે 13 પોલીસ કર્મચારીઓ કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. હાલ 349 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'મારા પતિ મને અવારનવાર 'સ્વાયપિંગ' માટે દબાણ કરતા હતા,' મહિલાની ફરિયાદ

પોલીસ અધિકારીઓ દ્વારા એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ કર્મચારીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં સેનિટાઇઝેશનની કાર્યવાહી પણ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:December 14, 2020, 17:13 pm

ટૉપ ન્યૂઝ