અમદાવાદ : અનલોક 1માં આ રીતે થાય છે દારૂની હેરાફેરી, જોઇને પોલીસ પણ ચોંકી ગઇ

અમદાવાદ : અનલોક 1માં આ રીતે થાય છે દારૂની હેરાફેરી, જોઇને પોલીસ પણ ચોંકી ગઇ
લૉકડાઉન 5માં અનલોક 1માં પોલીસ હજુય લોકોને કાયદાનું ભાન કરાવવા અને નિયમો પળાવવા માટે રોડ પર છે.

લૉકડાઉન 5માં અનલોક 1માં પોલીસ હજુય લોકોને કાયદાનું ભાન કરાવવા અને નિયમો પળાવવા માટે રોડ પર છે.

  • Share this:
અમદાવાદ : લોકડાઉનમાં પણ દારૂની હેરાફેરી કરવાનું ખેપિયાઓ ભૂલ્યા નથી. રોડ પર પોલીસ પહેરો ગોઠવીને બેઠી હોય તેમ છતાંય આ ખેપિયાઓને કોઈનો ડર ના હોય તેમ દારૂનો જથ્થો લઈને નીકળ્યા હતા. પોલીસ પણ ક્યાંય ઢીલી નથી પડતી તે ત્યારે સાબિત થયું જ્યારે આ ખેપિયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ખેપિયાઓ ગાડીમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

લૉકડાઉન 5માં અનલોક 1માં પોલીસ હજુય લોકોને કાયદાનું ભાન કરાવવા અને નિયમો પળાવવા માટે રોડ પર છે. સતત ત્રણ માસથી પોલીસ સતત રોડ પર બંદોબસ્ત માં રહેલી છે. ત્યારે રામોલ પોલીસ વસ્ત્રાલ રોડ પર પોઇન્ટ પર ફરજમાં હતી ત્યારે બે લોકો દારૂની ખેપ મારવા નિકળવાના હોવાની બાતમી મળી હતી. પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી હતી. ત્યારે બે લોકો શંકાસ્પદ રીતે વસ્ત્રાલ ના નૈયા કોમ્પ્લેક્સમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી.આ પણ વાંચો - અમદાવાદ : SVP હૉસ્પિટલનાં 'કોરોના વોરિયર્સ'નો પગાર કપાતા રસ્તા પર ઉતરી કર્યું પ્રદર્શન

પોલીસે આ બને લોકોની સેન્ટરો કારમાં તપાસ કરી હતી. ત્યારે કારમાં ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં પોલીસને દારૂની બોટલો મળતા જ પોલીસ પણ આ મોડ્સ ઓપરેન્ડી જોઈને ચોકી ઉઠી હતી. રામોલ પોલીસે આરોપી ગોવિંદસિંગ ચૌહાણ (ઉદેપુર) અને દિલીપસિંગ ચૂંડાવત (ઉદેપુર) ની ધરપકડ કરી હતી. બને આરોપીઓ પાસેથી પોલીસે વિદેશી દારૂની 24 બોટલો કબ્જે કરી હતી. આરોપીઓએ પેટ્રોલની ટાંકી નીચે ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ જુઓ -  
Published by:News18 Gujarati
First published:June 08, 2020, 10:57 am

ટૉપ ન્યૂઝ