અમદાવાદ : ભાવનગરથી રિક્ષા લઈ આવતા હતા લગંડો- બાવલો-ધીરૂ, વૃદ્ધોના દાગીનાની કરતા હતા ચોરી

અમદાવાદ : ભાવનગરથી રિક્ષા લઈ આવતા હતા લગંડો- બાવલો-ધીરૂ, વૃદ્ધોના દાગીનાની કરતા હતા ચોરી
ભાવનગર જિલ્લાના ઠગોનો અમદાવાદમાં આતંક

અમદાવાદના સિનિયર સિટિઝન્સ માટે ચેતવણી સમાન કિસ્સો, જાણો સૌરાષ્ટ્રના આ ઠગોએ કેવી રીતે ચોરી હતી વૃદ્ધાની બંગડી

  • Share this:
અમદાવાદ  :  જો તમારી પાસે કિંમતી સામાન છે અને તમે રીક્ષા માં મુસાફરી કરી રહ્યા છો તો આ કિંમતી વસ્તુઓની સાચવણી કરવી એ તમારી જવાબદારી છે. નહિ તો રીક્ષા ચાલકનાં (Rickshaw Driver of Ahmedabad) સ્વાંગમાં ફરી રહેલા કેટલાક ગઠીયાઓ નજર ચૂકવીને ચોરી કરી શકે છે. આવો એક બનાવ શહેરના વાસણા (Vasna Ahmedabad) વિસ્તારમાં જોવા મળ્યો હતો. શાકભાજી લઈને ઘરે જઈ રહેલી મહિલાને અજાણ્યા રીક્ષા ચાલકે ઘરે મૂકી જવાની લાલચ આપીને પેસેન્જર ના સ્વાંગ માં બેઠેલા ગઠીયાઓએ વૃદ્ધાની (gold Bengals of Woman) સોનાની બંગડી કાઢી લીધી હતી. જેમાં વાસના પોલીસે સીસીટીવી (CCTV)  અને બાતમીના આધારે ત્રણ આરોપી ઓને ઝડપી લીધા છે.

પોલીસે ભરત ઉર્ફે બાવલો, કરણ ઉર્ફે લંગડો અને ધીરુ ભાઈ મીઠાપરાની ધરપકડ કરીને રિક્ષા, બાઈક અને ચોરીમાં ગયેલ બંગડી જપ્ત કરી છે. આરોપીઓએ ચોરી કરવા માટે બાઈક અને રિક્ષા બંનેનો ઉપયોગ કરતા હતા. ચાર આરોપીઓ ભેગા થઈને ચોરી કરવા માટે નીકળતા હતા.આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1120 નવા કેસ, 11 મોત, 1389 દર્દી સાજા થયા

જેમાં રિક્ષામાં રિક્ષાચાલક અને પેસેન્જરના સ્વાંગમાં એક તો જ્યારે બાઈક ઉપર બે આરોપીઓ રીક્ષા ની સાથે સાથે રહેતા હતા. જોકે કોઇ જગ્યાએ સિનિયર સિટીઝન દેખાય તો તેને મફતમાં અથવા તો નજીવા ભાડે ઘરે મૂકી જવાની લાલચ આપતા હતા. બાદ માં થોડે આગળ જઈને બાઇકમાંથી એક આરોપી નીચે ઉતરી તે પોતે રીક્ષા રોકીને મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી જતો હતો અને બંને આરોપીઓ ભેગા મળી સીનીયર સીટીઝનની નજર ચૂકવી તેના સોનાના દાગીના કાઢી લેતા હતા.

આ પણ વાંચો :    નીતિન પટેલની આરોગ્ય ક્ષેત્ર મોટી જાહેરાતો : મોરબીમાં નવી મેડિકલ કૉલેજને મંજૂરી, MBBSની 100 બેઠકો વધી

જોકે બીજી પણ ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ભાવનગરથી રિક્ષા લઈને ચોરી કરવા માટે આવતા અને અમદાવાદમાં પ્રવેશ્યા બાદ પોલીસના હાથે પકડાઈ નહીં તે માટે રીક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત નામનો આરોપી અગાઉ પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
Published by:Jay Mishra
First published:December 14, 2020, 20:49 pm