અમદાવાદ: દારૂની મહેફિલ પર દરોડો કરવા ગયેલા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું


Updated: October 27, 2020, 12:35 PM IST
અમદાવાદ: દારૂની મહેફિલ પર દરોડો કરવા ગયેલા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું
(ફાઇલ તસવીરઃ

પોલીસે આરોપી નીરવના ફોન તપાસતા તેમાંથી એક વેબસાઈટ મળી આવી હતી, જેમાં તેણે ક્રિકેટ તથા ફૂટબોલની રમત ઉપર જુગાર રમ્યો હોવાના પુરાવા મળી આવ્યા હતા.

  • Share this:
અમદાવાદ: બગાસું ખાતા પતાસું મળી ગયું હોવાની ઘટના આનંદ નગર પોલીસ સાથે બની છે. આનંદ નગર પોલીસને એક ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં દરોડો કર્યો હતો. અહીં ત્રણ લોકો પાસેથી મોંઘી 11 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જોકે, પોલીસે આરોપી નીરવના મોબાઈલ ફોન તપાસતા તેમાંથી ક્રીપ્ટો કરન્સીના કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા હતા. આરોપી નીરવ ક્રિકેટ અને ફૂટબોલ મેચનો સટ્ટો રમતો હોવાનું ધ્યાને આવતા પોલીસે નીરવ સામે અન્ય એક ગુનો પણ દાખલ કર્યો હતો. આરોપી નીરવ સટ્ટા બજારમાં મોટું માથું ગણાતો હોવાથી સ્થાનિક પોલીસ કાચું ન કાપે કે વહીવટ ન કરી લે તે માટે ખુદ ડીસીપીએ ઉજાગરો કરવો પડ્યો હતો.

શહેરની આનંદ નગર પોલીસને બાતમી મળી હતી કે રમાડા હોટેલ પાસે આવેલા એક બિલ્ડિંગમાં એક ઓફિસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ જે તે જગ્યાએ રેડ કરવા પહોંચી હતી. ત્યારે આ ઓફિસમાં ખુરશીઓ ગોઠવીને કેટલાક લોકો મોંઘીદાટ દારૂની બોટલ લઈને મહેફિલ માણી રહ્યા હતા. જે આધારે પોલીસે નીરવ હર્ષદભાઈ રાયચુરા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી તેનો મોબાઇલ ફોન તથા દારૂના ખરીદ વેચાણ તથા હેરાફેરીના શંકાસ્પદ મેસેજ મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરા આવતી ST બસનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદા નદીમાં કૂદી ગયો

એટલું જ નહીં આરોપી નીરવના ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીના શંકાસ્પદ ડેટા પણ મળી આવ્યા હતા. જ્યારે ઓફિસમાં અન્ય એક શખ્સ સંતોષની પણ પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. જ્યારે અન્ય વ્યક્તિ રાહુલ પુરબીયાની પણ દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ ઓફિસમાં બેસીને મોંઘીદાટ બોટલો રાખી દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે ઓફિસમાં તપાસ કરી તો પોલીસને આ ઓફિસમાંથી હજારો રૂપિયાની મોંઘીદાટ 11 દારૂની બોટલ મળી આવી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ચિરાગ અને પરાગ નામના વ્યક્તિઓ પાસેથી દારૂની બોટલ ખરીદી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: ત્રણ લોકોની ટોળકી આ રીતે વૉચ ગોઠવીને ATM મશીન ખોલી કરતી હતી ચોરી

આ કેસમાં પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોવાનું પણ કહી શકાય છે. કારણ કે જ્યારે પોલીસે આરોપી નીરવના ફોન તપાસ્યા હતા ત્યારે તેમાંથી એક વેબસાઈટ મળી આવી હતી, જેમાં તેણે ક્રિકેટ તથા ફૂટબોલની રમત ઉપર જુગાર રમ્યો હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા. આરોપી નીરવના તમામ ફોનમાં આ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અલગ-અલગ મેચ ઉપર જે સટ્ટા રમ્યો હતો તેના હિસાબનો ડેટા પણ પોલીસને મળી આવ્યો હતો. કુલ 40 જેટલા હિસાબ પોલીસને હાથ લાગતા પોલીસ ગેલમાં આવી ગઈ હતી. પોલીસે પ્રોહિબિશનની સાથે સાથે જુગાર ધારા મુજબ નીરવ સામે બે પ્રકારના ગુના દાખલ કર્યા હતા.આ પણ જુઓ-ઉલ્લેખનીય છે કે નીરવ રાયચુરા ક્રિકેટ સટ્ટા જગતમાં મોટું માથું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બે ગુના દાખલ થયા બાદ સૂત્રોનું કહેવું છે કે ડીસીપી ઝોન સાત પ્રેમસુખ ડેલુ પણ વહેલી સવાર સુધી જાગ્યા હતા. સ્થાનિક પોલીસ કાચુ ન કાપે કે કોઈ ગોઠવણ ન કરે તે માટે ઉચ્ચ અધિકારીએ ઉજાગરો કરવો પડ્યો હતો. પોલીસ તપાસમાં નીરવ પાસેથી દાગીના પણ મળ્યા હતા અને તે ઠગાઈનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવતા તે કેસોની પણ તપાસ કરવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: October 27, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading