અમદાવાદ: 'ઓફિસ જવામાં મોડું થાય છે, દંડના પૈસા નથી,' માસ્કના દંડ મામલે યુવક-યુવતીએ પોલીસકર્મીને માર્યો ધક્કો

અમદાવાદ: 'ઓફિસ જવામાં મોડું થાય છે, દંડના પૈસા નથી,' માસ્કના દંડ મામલે યુવક-યુવતીએ પોલીસકર્મીને માર્યો ધક્કો
પ્રતીકાત્મક તસવીર

Ahmedaba mask fine: અમદાવાદમાં માસ્કના દંડ મામલે પોલીસ સાથે ઘર્ષણના બનાવોમાં વધારો, માસ્કનો દંડ માંગતા જ લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડે છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં માસ્ક (Mask)ના દંડ બાબતે દરરોજ પોલીસ સાથેના ઘર્ષણના બનાવ બની રહ્યા છે. લોકો માસ્ક ન પહેર્યાં બાદ પોલીસના હાથ ઝડપાય છે ત્યારે દંડ ભરવા તૈયાર થતા નથી. હવે વધુ એક કિસ્સો શહેરના સાબરમતી (Sabarmati)ના ત્રાગડમાં બન્યો છે. જેમાં એક યુવક-યુવતીને પોલીસે (Ahmedabad police) રોકતા તેઓએ ઓફિસે જવાનું મોડું થાય છે, પછી દંડ ભરશે તેવી દલીલ કરી હતી. પોલીસે દંડ ભરવાનું કહેતા યુવક-યુવતી આવેશમાં આવી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ દરમિયાન પોલીસકર્મીના ખિસ્સામાંથી અઢી હજાર રૂપિયા પણ પડી ગયા હતા. બંનેએ હાજર પોલીસકર્મીઓને હાઇકોર્ટમાં ઢસડી જવાનું કહેતા પોલીસે બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. (આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતોની હારમાળ, એક જ દિવસમાં 30-35 અકસ્માત)

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજીવકુમાર તેમની ટીમ, હોમગાર્ડ જવાન અને પીસીઆર વાન સાથે હાજર હતા અને તેમની ટીમની સાથે ત્રાગડ મુક્તિધામ પાસે માસ્ક ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરતા હતા. આ દરમિયાન બાઇક પર ગોદરેજ ગાર્ડન સોસાયટી તરફથી એક બાઇક આવ્યું હતું. ચાલકે માસ્ક ન પહેરેલું હોવાથી પોલીસે તેઓને રોક્યા હતા.આ પણ જુઓ- સુરતમાં કાળમુખા ટ્રકે 18 લોકોને કચડી નાખ્યા, 15 મોતપોલીસે રોકતા જ બાઇક ચાલકે પોલીસ સાથે દલીલ કરી હતી કે ઓફિસ જવાનું મોડું થાય છે, તમે સાઈડમાં જતા રહો. બીજ તરફ પોલીસે દંડ ભરીને ઓફિસ જવાનું જણાવ્યું હતું. પોલીસની આવી વાત બાદ બાઇક પર સવાર યુવકે પૈસા ન હોવાનું જણાવી પછીથી દંડ ભરી દઈશું તેવી વાત કરી હતી. આ દરમિયાન બાઇક પર સવાર આશિષ કલ્યાણકર અને તેની સાથે રહેલી અંકિતા પટેલ નામની યુવતીએ બાઇક પરથી નીચે ઉતરીને નોકરીએ જવાનું મોડું થવાનું કહી પોલીસને ધક્કો માર્યો હતો. બંનેએ પોલીસકર્મીનું શર્ટ ખેંચતા ખિસ્સામાંથી માસ્કના દંડના અઢી હજાર રૂપિયા પડી ગયા હતા.

આ પણ વાંચો: હાથ બતાવીએ તો લોકો ઊભા રહેતા નથી, માસ્ક પહેરીને સીટી કેવી રીતે મારીએ? હોમગાર્ડનો વીડિયો વાયરલ

બાદમાં પોલીસે શી ટીમને બોલાવી અંકિતાને ગાડીમાં બેસવાનું કહ્યું હતું. આ દરમિયાન અંકિતાએ "188ની કલમ શું છે તેની અમને ખબર છે, તમને બધાને હાઇકોર્ટમાં ઢસડી જઈશ' એમ કહીને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આ મામલે સાબરમતી પોલીસે આશિષ કલ્યાણકર અને અંકિતા પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 19, 2021, 08:37 am

ટૉપ ન્યૂઝ